કોરોનાના લક્ષણો દેખાય તો ભૂલથી પણ ન લેતા આ દવાઓ, સાજા થવાના બદલે સીધા જ પહોચી જશો સમશાન ગૃહ

319
Published on: 5:02 am, Thu, 29 April 21

ભારતમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. પહેલા શરદી-ખાંસી, તાવ જેવા લક્ષણો હતા, હવે ઝાડા, પેટમાં દુખાવો, શરીરમાં દુખાવો, જડતા જેવા લક્ષણો પણ સંક્રમણ માટે જવાબદાર ગણાવા લાગ્યા છે. સૌથી ગંભીર બાબત એ છે કે પ્રથમ લહેરમાં વાયરસ 7 દિવસ પછી ફેફસામાં પહોંચતો હતો. પણ આ બીજી લહેરમાં હવે કલાકોમાં પહોંચી જાય છે.

તે કેટલાક કલાકો સુધી નાકમાં અને ગળામાં રોકાયો અને સીધો ફેફસાં અથવા પેટ તરફ જાય છે. બે-ત્રણ દિવસમાં તો દર્દીના ફેફસા ગંભીર રીતે સંક્રમિત થાય છે, જોકે કોરોનાના સામાન્ય લક્ષણો ધરવતા મોટી સંખ્યામાં લોકો ઘરે રહીને જ સાજા થઈ રહ્યાં છે. પરંતુ કેટલાક એવા પણ દર્દીઓ છે જે કોરોનાથી બચવા અથવા સાજા થવા આડેધડ ગોળીઓ ખાઈ રહ્યાં છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ આ લોકોને ચેતવ્યા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ કેટલીક દવાના નામ જણાવ્યાં છે. જે કોરોનાના દર્દીઓએ ભૂલેચૂકે ના લેવી. આ દવાઓ આડેધડ લેવાથી સમસ્યા ઓછી થવાની જગ્યાએ વધી શકે છે.

ICMRએ જણાવ્યું છે કે, હ્રદયરોગીઓ માટે જોખમી ગણાતી આઈબ્રુફેન જેવી કેટલીક પેઈનકિલર્સ કોવિડ-19ના લક્ષણોને ગંભીર બનાવી શકે છે. તેનાથી કિડની ખરાબ થવાનું જોખમ વધી શકે છે. ICMR એ કહ્યું છે કે, નોન સ્ટેરોઈડ એન્ટી ઈન્ફ્લેમેટરી દવાઓ લેવાની જગ્યાએ બીમારી દરમિયાન જરૂર પડ્યે પેરાસિટામોલ દવા લેવી જોઈએ.

શું હાર્ટપેશન્ટ્સ, ડાયાબિટિસ કે હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને કોરોનાના સંક્રમણનું જોખમ વધુ છે? આ મામલે ICMR એ જણાવ્યું હતું કે, ના, હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટિસ કે હાર્ટના દર્દીઓને કોઈ અન્યની સરખામણીમાં સંક્રમિત થવાનું જોખમ વધુ નથી. કોરોનાના હળવા લક્ષણો પણ દેખાય તો તરત જ ટેસ્ટ કરાવો. ડાયાબિટિસ, હાઈ બ્લડપ્રેશર અને નબળા હ્રદયવાળા કેટલાક લોકોને ગંભીર લક્ષણો હોઈ શકે છે. ICMRએ જણાવ્યું કે તેમણે વધુ દેખભાળ કરવાની જરૂર છે. ICMR એ કહ્યું કે હાર્ટના દર્દીઓ માટે જોખમી ગણાતી આઈબ્રુફેન (Ibuprofen) જેવી કેટલીક પેઈન કિલર્સ કોવિડ-19ના લક્ષણોને ગંભીર બનાવી શકે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…