હજુ તો ગુલાબ અને ‘શાહીન’ વાવાઝોડાની તબાહીના મંજર પુરા થયા નથી ત્યાં તો રાજ્યમાં દિવાળી સુધીમાં આવશે વધુ એક વાવાઝોડું

1138
Published on: 10:30 am, Sat, 16 October 21

ગુજરાતમાં ચોમાસાંએ હજુ હમણાં જ વિદાઈ લીધી જ છે ત્યાં તો ફરી એક વાવાઝોડાંની શક્યતા આવી છે સામે. પરંતુ આ વાવાઝોડાની અસરથી શું ગુજરાતમાં અસર થશે? હવામાન વિભાગની જાહેરાત મુજબ 12 ઓક્ટોબરે સંપૂર્ણ ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી હતી.

જો કે ચોમાસાની વિદાય બાદ જે વરસાદ વરસતો હોય. તેમને માવઠા સ્વરૂપે વરસાદ ગણવામાં આવે છે. ગુજરાતમાં હાલ ગરમીનું પ્રમાણ ખુબ જ વધી રહ્યું છે. હાલમાં બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સિસ્ટમ બની રહી છે. શું તેમની અસર ગુજરાતમાં થશે?

15 ઓક્ટોબરની અપડેટ મુજબ, અરબી સમુદ્રમાં કેરળ પાસે એક નાની સિસ્ટમ સક્રિય થઈ છે. જે સિસ્ટમ આવનારા બે દિવસમાં સંપૂર્ણ નબળી પડી જશે. જેમની ગુજરાત પર કોઈ અસર જોવા મળશે નહીં. અરબી સમુદ્રની લો-પ્રેશર સિસ્ટમથી ગુજરાતને કોઇ પણ પ્રકારનો ખતરો નથી. જ્યારે બીજી બાજુ બંગાળની ખાડીમાં પણ એક લો-પ્રેશર સિસ્ટમ સક્રિય છે.

જોકે તે લો-પ્રેશર સિસ્ટમ અરબી સમુદ્ર કરતા થોડી મજબૂત છે. આવનાર બેથી-ત્રણ દિવસમાં પૂર્વ-ઉત્તર ભારતનાં રાજયો તરફ ગતિ કરશે. બંગાળની ખાડીની સિસ્ટમ વાવાઝોડા સુધી જશે તો ‘જવાદ વાવાઝોડું’ નામ આપવામાં આવશે. દિવાળી સુધીમા ગુજરાત પર કોઈ વાવાઝોડાનો ખતરો નથી,

અને માવઠા સ્વરૂપે વરસાદ થાય એવી શક્યતાઓ પણ ખૂબ જ ઓછી જણાઇ રહી છે. જોકે આવનાર દિવસોમાં હવે જાકળ અને ઠંડીની શરૃઆત થઈ જશે. ખેડૂત ભાઈઓ હવે પોતાની ખેતી બિન્દાસથી કરી શકે છે. આ વાવાઝોડાંની અસર પણ ગુજરાતમાં નહિવત્ છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…