દેશમાં મહિલાઓના સપોર્ટમાં ઘણાં લોકો કામ કરી રહ્યાં છે. કોઈ પણ મહિલા દુઃખીના રહે તેના માટે ઘણાં એવાં અભિયાનો અને બ્યુરો પણ બનાવવામાં આવ્યાં છે. પરંતુ તો પણ મહિલાઓ પણ ઘણાં શોષણો અને તેને હેરાન કરવામાં આવે છે. ઠક્કરબાપાનગરમાં રહેતી 23 વર્ષીય અનુના લગ્ન ફ્રેબુઆરી 2021માં વિશાલ સાથે થયા હતા.
લગ્નના એક મહિના પછી અચાનક વિશાલે અનુ સાથે બોલવાનું બંધ કરી દીધુ હતુ. ત્યારબાદ અનુએ વિશાલને પૂછયું કે, તમે કેમ મારી સાથે બોલતા નથી. જેથી વિશાલે પત્નીને કહ્યું કે, તું મને હવે ગમતી નથી, જેથી હું તારી સાથે બોલતો નથી કેમ કહીને ઝઘડો કર્યો હતો. લગ્નના એક મહિના પછી પતિ અવાર નવાર ત્રાસ આપતો હતો.
એક દિવસ ‘તું મને ગમતી નથી’ તેમ કહીને પતિએ ગર્ભવતી પત્નીને ફટકારી હતી. આ અંગે પરિણીતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ, અનુ ગર્ભવતી થતાં વિશાલને પસંદ ન હોવાથી અવાર નવાર ઝઘડો કરતો હતો.
એક દિવસ વિશાલ નોકરી પૂર્ણ કરીને પરત ઘરે આવ્યો હતો ત્યારે ફરીથી એક વખત અનુએ વિશાલ સાથે વાતચીત કરવા માટે કહ્યું હતું. જેથી વિશાલે ઉશ્કેરાઇ જઇને ગર્ભવતી અનુને ફટકારી હતી.
લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “રોચક જાણકારી“ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…