પત્નીનો ફોન બગડતા પતિએ ‘પત્ની’નું સીમકાર્ડ નાખ્યું પોતાના ફોનમાં અને પછી બન્યું એવું કે

958
Published on: 9:57 am, Mon, 5 July 21

ઘણાં પુરુષો અને સ્ત્રીઓ લગ્ન બાદ તેઓ પોતાની પતિ અથવા પત્ની સાથે ખુશ ન રહેતાં તેઓ બહાર સંબંધ બનાવે છે, વડોદરામાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, એક ઘટના વડોદરામાં બની છે જેમાં પ્રેમિકાની જાળમાં ફસાયેલા પ્રેમીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો. ઘટનાની વિગત અનુસાર, વડોદરાના અનગઢ ગામમાં રહેતા રાજુના લગ્ન લગભગ દોઢેક વર્ષ પહેલા આણંદના સારમખા ગામના શિવાની સાથે થયા હતા.

શિવાનીનો તેના ગામમાં રહેતા મિલન સાથે પ્રેમ સંબંધ હતો. લગ્ન બાદ શિવાનીએ પિયરમાં આવ્યા બાદ પણ તેના પ્રેમી સાથે વાતચીત ચાલુ રાખી હતી. શિવાનીના રાજુને પોતાની પત્નીના લગ્નેત્તર સંબંધો વિશે જાણવા મળતા તેને આઘાત લાગ્યો હતો. જ્યારે શિવાનીનો ફોન બગડ્યો ત્યારે રાજુએ તેનું સીમકાર્ડ પોતાના ફોનમાં લગાવ્યું હતું. આ પછી મેસેજ આવતા રાજુને શંકા પડી હતી.

અને તેણે આ નંબર પર આવેલી ચેટ ચેક કરતા તેનો પિત્તો ગયો હતો અને તેણે શિવાનીના પ્રેમી સંજયને ઘરે બોલાવવાનો પ્લાન બનાવ્યો હતો. શિવાનીના પ્રેમીને ફોન કરી ઘરે બોલાવ્યો અને ઘરે પહોંચ્યા બાદ શિવાનીના પ્રેમીએ પતિ રાજુ પાસે શિવાનીની તસવીરો માંગતા મામલો વધ્યો હતો. જેને કારણે ગુસ્સામાં રાજુએ શિવાનીના પ્રેમીને માથામાં લાકડાનો ફટકો માર્યો હતો.

જેને કારણે તેને લોહી પણ નીકળી રહ્યુ હતુ અને તે બાદ શિવાનીએ તેના પ્રેમીને ઝેરી દવા પીવડાવી ઘરની બહાર ધકેલી દીધો હતો. શિવાનીના પ્રેમી સાથે તેનો એક મિત્ર ધર્મેન્દ્રકુમાર પણ આવ્યો હતો અને કલાકો સુધી રાહ જોયા બાદ મિલન પરત ના ફરતા ધર્મેન્દ્રકુમારે ફોન કર્યો હતો

અને ધર્મેન્દ્રનો ફોન આવતા ચાલવાના હોશ ના હોવા છતાં સંજય લથડીયા ખોતો ધર્મેન્દ્ર પાસે પહોંચ્યો હતો. અને તેના મિત્રએ 108 એમ્બ્યુલન્સ બોલાવી અને ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો જયાં ડોક્ટરએ તેને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર ઘટનાની કાર્યવાહી હજુ ચાલુ છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…