શાહીન વાવાઝોડાનાં કારણે સૌરાષ્ટ્રમાં થયું સેકડોનું નુકશાન- જાણો ‘ક્યાં-ક્યાં મેઘરાજાએ’ મચાવ્યો તાંડવ

631
Published on: 11:20 am, Fri, 1 October 21

સૌરાષ્ટ્રના દરિયામાં શાહીન વાવાઝોડાની અસર તળે મેઘ કહેર યથાવત રહી છે હાલાર પંથકમાં ગત મધરાતથી વરસાદની એન્ટ્રી થતા 6 ઈંચ સુધી વરસાદથી કલ્યાણપુર, ખંભાળીયા, જામનગર, લાલપુર, દ્વારકા વિસ્તાર તરબોળ બની ગયો છે ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રના 98 હાઈવે બંધ કરવામાં આવ્યા છે 2026 વીજ થાંભલા જમીનદોસ્ત થતા હજૂ પણ 11 ગામોમાં અંધારા છવાયા છે.

સૌરાષ્ટ્રમાં મેઘ કહેર યથાવત હાલાર પંથક જળબંબાકાર. અતિવષ્ટિના કારણે ખેતીપાકને વ્યાપક નુકશાન થયું છે. આગામી 48 કલાક સુધી હજુ ભારે વરસાદની આગાહી હોય તંત્રને સ્ટેન્ડ ટુ રહેવા સુચના આપવામાં આવી છે. દ્વારકા જિલ્લામાં ગઈરાત્રીના આઠ વાગ્યાથી આજ સાંજના ચાર વાગ્યા સુધીમા ખંભાળીયા 139 મીમી, કલ્યાણપુર 146 મીમી, દ્વારકા 91 મીમી અને ભાણવડ 49 મીમી વરસાદ નોંધાયો છે.

ભારે વરસાદથી રસ્તાઓ બંધ થઈ ગયા હતા.,પાકને મોટુ નુકસાન થયુ છે. ઘી અને શેઢા ભાડથરી ડેમ ઓવરફલો થયા છે.કુલ 14માંથી 10 ડેમ છલકાઈ ગયા છે. વર્તુ 2 ડેમના અને સાની ડેમના પાણી રાવલ ગામમાં ફ્રી વળ્યાં હતા. નદીઓમાં ઘોડાપુર ઉમટતા રાવલ ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય હતી.

જેમાં ઘાટ વિસ્તારમાં રહેતા એક પરિવારને ટીમ અને નગરપાલિકા દ્વારા રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જૂનાગઢ જિલ્લામાં વિસાવદરમાં ગઈકાલે 12 ઈંચ વરસાદ વરસ્યા બાદ વધુ સાડા ત્રણ ઈંચ વરસાદ પડયો છે. આમ બે દિવસમાં 15 ઈંચ કરતા વધુ વરસાદ પડતાં ખેડૂતોને પારાવાર નુકશાની થયેલ છે.

જેમાં લાલપુરમાં 3.50 ઈંચ, જામનગરમાં 3 ઈંચ, જોડીયામાં પોણા બે, કાલાવડમાં દોઢ, , જામજોધપુરમાં સવા અને ધ્રોલમાં પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. શહેરનું રણમલ તળાવ સતત ત્રીજા વર્ષે પણ છલકાયું હતું. મોરબી જિલ્લામાં સતત બે દિવસથી મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. જેમાં આજે મોરબી ટંકારા અને વાંકાનેરમાં વધુ એક ઈંચ અને અન્યત્ર છૂટો છવાયો વરસાદ પડયો હતો.

જ્યારે મેઘકૃપાથી જળસંકટ ટળ્યું છે, જેમાં મોરબીની જીવાદોરી ગણાતા મહાકાય મચ્છુ ૨ ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. જ્યારે સતત વરસાદને પગલે જિલ્લાના 10 પૈકી ૫ જળાશયો છલોછલ થઈ ગયા છે. રાજકોટ શહેર સહિત જિલ્લામાં ઝાપટાથી લઈ 1 ઈંચ સુધી મેઘ મહેર યથાવત રહી છે રાજકોટ શહેરમાં આજે હળવા ભારે ઝાપટા વરસ્યા હતા દિવસભરમાં 5 મીમી વરસાદ પડયો હતો.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…