સૌરાષ્ટ્રમાં વેદનાનું વાવાઝોડું: 200થી વધુ ગામડાઓમાં થયું સેંકડોનું નુકશાન, જાણો આજના મુખ્ય સમાચાર એક ક્લિક પર

546
Published on: 10:18 am, Thu, 16 September 21

જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર: સતત બે-ત્રણ દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડતાં અને હજુ આગામી ચાર દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે જુલાઈ અને ઓગસ્ટ માસમાં વરસાદની પડેલી ઘટ પુરે તેવા એંધાણ દેખાઈ રહ્યાં છે.

મંગળવાર સવારના ૬ વાગ્યા સુધીના વિતેલા 24 કલાકમાં જ ગુજરાતમાં સરેરાશ 4.8 ટકા વરસાદ નોંધાતા. કુલ ટકાવારીનો આંક 64.44 ટકાથી વધીને 69.24 ટકાએ પહોચો ગયો છે. 46 ડેમો છલકાતાં ગાંડીતૂર નદીઓનાં પાણીથી હજુ જામનગર, જૂનાગઢના અનેક ગામો સંપર્કવિહોણા 200થી વધુ ગામડામાં સેકડોનું નુકશાન થઈ ગયું છે પરંતુ હજુ સુધી કોઈ સહાય મળી નથી.

સૌરાષ્ટ્રમાં ઝંઝાવાતી વરસાદે વિરામ લીધો છે પરંતુ તારાજીના કારણે વેદનાનું વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે. છલકાયેલા 46 જળાશયો અને ગાંડીતૂર નદીઓના પૂરથી 126 માર્ગાે હજૂ બંધ છે, રાજકોટના લોધીકા તાલુકામાં 20 ઈંચ વરસાદે ભયંકર તબાહી સર્જી હતી. લોધિકડી ડેમ તુટતા કોઠા પિપળીયા, ચાંપાબેડા, નોંઘુ પિપળીયા, કાલંભડી નોંધણચોરા ગામમાં ખાનાખરાબી થઈ છે.

ત્યા હજુ પણ ગ્રામજનોના આંસુ લુછવા કોઈ નેતા કે અધિકારી પહોંચ્યો નથી.જૂનાગઢ જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે પરંતુ હજૂ પૂરના પાણી ઓસર્યા નથી. 45 ગામોમાં હજૂ પાણી ભરાયેલા છે. જિલ્લાના 31 રસ્તા હજૂ બંધ છે.  રાજકોટ, જામનગર, જૂનાગઢ જિલ્લાના ૨૦૦થી વધુ ગામડામાં ભારે તારાજી થઈ છે,

જ્યાં હજૂ કોઈ સહાય ન મળતા ગ્રામજનો માટે ઉપર આભ નીચે ધરતી જેવી સ્થિતિ છે. દેવકા નદીના પૂરથી તારાજ વેરાવળની સોસાયટીઓમાં ભારે તારાજી જોવા મળી છે. ગડુ સુધીના માર્ગ ઉપર ઠેર-ઠેર ગાબડા પડી ગયા છે. મેંદરડા, માળિયા હાટીના, કેશોદ ગ્રામ્ય પંથકમાં ખેતરો ધોવાઈ ગયા છે. જામનગર શહેરમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં પાણી ઓસર્યા બાદ હવે ઠેર-ઠેર ગંદકીથી રોગચાળાની ભીતિ સર્જાઈ છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…