કેવી રીતે થશે કળયુગનો અંત અને કેવો હશે કળયુગ પછીનો યુગ જાણો એક ક્લિક પર…!

280
Published on: 7:48 am, Sun, 23 May 21

ધાર્મિક કથા અનુસાર યુગોના પરિવર્તનનું આ 22 મુ ચક્ર ચાલી રહ્યું છે, શું તમે જાણવા માંગો છો કેવો હશે કળયુગ પછીનો યુગ? પુરાણોમાં ચાર યુગો વિશે જણાવવામાં આવ્યું છે. સત્યયુગ, ત્રેતાયુગ, દ્રાપરયુગ અને કળયુગ. કળયુગને છોડીને બધા યુગોમાં કઈકનું કંઈક રહસ્ય અને તેની ખાસિયતો રહેલી છે. પરંતુ કળયુગમાં ખાસિયત જેવું કઈ પણ દેખાતું નથી કારણ કે ચારેબાજુ અહંકાર, પ્રતિશોધ, લાલચ અને આંતક જ છે.

કળયુગને માનવ જાતી માટે એક શ્રાપ માનવામાં આવ્યો છે. આ યુગમાં જીવવાવાળો દરેક વ્યક્તિ તેને ભોગવે છે. ભગવદ્ ગીતામાં પણ આ વર્ણન છે. ગીતા અનુસાર પરિવર્તન સંસારનો નિયમ છે. જેવી રીતે આત્મા એક શરીર માંથી બીજા શરીર માં જાય છે, દિવસ પછી રાત થાય છે, એક પછી એક ઋતુ પોતાના સમય સાથે બદલે છે.

તેવી જ રીતે એક નિર્ધારિત કાળ અવધિ પછી સૃષ્ટીમાં યુગનું પરિવર્તન થવું એ પણ અટલ સત્ય છે. આ પરિવર્તન અનુસાર હાલમાં કળયુગ ચાલી રહ્યું છે. શાસ્ત્રો અનુસાર કળયુગ 4,32,000 વર્ષ સુધી ચાલવાનું છે. તેમાંથી 4,27,000 વર્ષ પુરા થઈ ગયા છે. કળયુગના અંતમાં હજુ ઘણો સમય બાકી છે. કળયુગનો અંત કેવો હશે તેનું વર્ણન બ્રહ્મપુરાણમાં કરવામાં આવેલું છે. બ્રહ્મપુરાણ અનુસાર કળયુગમાં મનુષ્યની ઉંમર 12 વર્ષની થઈ જશે.

માનવજાતિનું પતન થશે, લોકોમાં દ્રેષ અને દુર્ભાવતા વધતી જશે, નદીઓ સુકાઈ જશે, અન્યાયથીધનની પ્રાપ્તિ થશે, ધનલોભ માટે કોઈની હત્યા કરવામાં કોઈ સંકોચ નહિ કરે. હવેના પાંચ હાજાર વર્ષ પછી ગંગા નદી સુકાઈ જશે. તે પાછી વૈકુંઠધામમાં જતી રહેશે. ત્યારે મનુષ્ય પૂજા, વ્રત, ધર્મ બધું બંધ કરી ચુક્યો હશે, ગાયે દૂધ આપવાનું બંધ કરી દીધું હશે, જે લોકો બળવાન હશે તેનું રાજ ચાલશે,

માનવતા નષ્ટ થઈ ગઈ હશે, ત્યારે ભગવાન વિષ્ણુ કલ્કી અવતાર લેશે અને પૃથ્વી પર અધર્મ નો નાશ કરશે. પરીવર્ત ચક્ર જયરે 22મો યુગ પૂરો કરીને 23માં યુગમાં પ્રવેશ કરશે ત્યારે કળયુગનો અંત થશે અને સત્યયુગનો પ્રારંભ થશે. સત્યયુગની અવધિ 17,28,000 વર્ષ રહેશે. આ યુગમાં મનુષ્યની ઉંમર 4,000 થી 10,000 સુધીની થશે. પૃથ્વીલોક પર પછી ધર્મણી બોલબાલા થશે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…