આટલાં ઝીણવટથી કરોળિયો કેવી રીતે બનાવે છે જાળું- જુઓ સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલ વિડીઓ

282
Published on: 12:00 pm, Sun, 5 September 21

કરોળિયા જાળું બનાવે ઈ બધા જાણતા જ હશે અને એકદમ મસ્ત બનાવે છે એ પણ જાણતા જ હશે. પરંતુ શું તમને ખબર છે ઈ કેવી રીતે જાળું તૈયાર કરે છે? તો ચાલો આજે આપણે જાણીએ અને વિડીઓ જુએ. આપણે હંમેશા કરોળિયા જેવી મહેનત કરવા માટે કહેતા હોય છે. કારણ કે કરોળિયાનું ઘર હજાર વખત તૂટશે, ઘર બનાવતી વખતે તે હજારો વખત નીચે પડશે છતાં પણ તે તેના પ્રયત્નો નથી છોડતો

અને પોતાનું ઘર બનાવીને જ સંતોષ માને છે. ઘણીવાર તેમના દ્વારા બનાવવામાં આવેલા જાળાં જોઈને આપણને પણ નવાઈ લાગે કે આટલું ઝીણવટથી તે કેવી રીતે જાળું બનાવતો હશે? આપણે પણ કરોળિયાની એ મહેનતને જોવા માંગતા હોઈએ છીએ, પરંતુ એકધાર્યું ઉભા રહી અને આપણે તેમની મહેનત જોઈ નથી શકતા.

પરંતુ હાલ સોશિયલ મીડિયામાં કરોળિયાની આ મહેનતનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક કરોળિયો પોતાનું જાળું ગૂંથવામાં કેવી મહેનત કરી રહ્યો છે તે ખુબ જ બારીકાઇથી જોઈ શકાય છે. 1 મિનિટ અને 56 સેકેન્ડના આ વીડિયોની અંદર કરોળિયાના અધભૂત સ્કિલને જોઈ શકાય છે. તે ખુબ જ આરામથી જાળું બનાવવાનું શરૂ કરે છે.

પરંતુ થોડા જ સમયમાં એટલી ઝડપ પકડી લે છે કે કોઈ પરફેક્શન મશીનની જેમ જ તે જાળું બનાવી દે છે. આ જોઈને ઘણા લોકો પણ હેરાન રહી ગયા છે. સોશિયલ મળિયામાં પણ આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જોનારે પણ વિશ્વાસ નથી આવી રહ્યો કે કરોડિયો આટલા ઝડપથી તેનું જાળું બનાવી રહ્યો છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…