કઈ રીતે થઈ હતી શંખની ઉત્પત્તિ અને શા માટે પૂજા સમયે વગાડવામાં આવે છે ‘શંખ’..?

132
Published on: 6:42 pm, Sun, 21 March 21

ભારત દેશમાં સંસ્કૃતિ ખુબ જ પ્રાચીન સમયથી ચાલી આવે છે, તેમાં એક છે પૂજા કરતી વખતે ભગવાન ને જળ ચઢાવવું અથવા શંખ વગાડવાની. શાસ્ત્રોમાં શંખ ​​ખૂબ કલ્યાણકારી હોવાનું કહેવામાં આવ્યું છે. પૂજામાં શંખનો ધ્વનિ વાતાવરણને શુભ બનાવે છે. શંખને વગાડવાની પ્રથા યુગોથી ચાલતી આવી છે. શંખને પૂજામાં રાખવામાં આવે છે.

માનવામાં આવે છે કે શંખ માતા લક્ષ્મીનો ભાઈ છે. શંખ સમુદ્ર મંથનમાંથી એક રત્ન તરીકે મળી આવ્યો હતો. આ શંખ ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે અને માતા લક્ષ્મીજી ત્યાંજ નિવાસ કરે જ્યાં શંખનો વાસ હોય છે. ધાર્મિક ગ્રંથો અનુસાર શંખનો ઉદ્ભવ લક્ષ્મીજીની જેમ સમુદ્રમાંથી થયો હતો, તેથી જ શંખ લક્ષ્મીનો ભાઈ હોવાનું કહેવાય છે.

શંખ સમુદ્ર મંથન વખતે પ્રાપ્ત થતા ચૌદ રત્નોમાંથી એક છે. શંખને શુભ માનવામાં આવે છે કારણ કે લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ બંને શંખને તેમના હાથમાં રાખે છે. પૂજા-વિધિમાં શંખના ધ્વનિથી વાતાવરણ શુદ્ધ બને છે. જ્યાં સુધી તેનો અવાજ જાય છે, તે સાંભળીને મનમાં હકારાત્મક વિચારો ઉત્પન્ન થાય છે.

બ્રહ્મવૈવર્ત પુરાણમાં એવું કહેવામાં આવે છે કે શંખમાં પાણી રાખીને અને તે પાણીને છાંટવાથી પર્યાવરણ શુદ્ધ થાય છે. શંખ વગાડવાથી ફેફસાંનો વ્યાયામ થાય છે. પુરાણોમાં ઉલ્લેખ છે કે જો શ્વાસ લેવામાં તકલીફ થતી હોય અને ફેફસા બરાબર કામ ન કરતા હોય તેવી સ્થિતિમાં શંખ વગાડવાથી ફાયદો થાય છે. શંખમાં રાખેલા પાણીનું સેવન કરવાથી હાડકાં મજબુત થાય છે.

શંખના પ્રકાર
શંખના આકારને આધારે, તે સામાન્ય રીતે ત્રણ પ્રકાર તરીકે ગણવામાં આવે છે, દક્ષિણવૃત્ત શંખ, મધ્યવૃત્ત શંખ અને વામવૃત્ત શંખ. ભગવાન વિષ્ણુનો શંખ દક્ષિણવૃત્ત છે. લક્ષ્મી જીને વામવૃત્ત શંખ પસંદ છે અને વામવૃત્ત શંખ જો ઘરમાં હોય તો ક્યારેય આર્થિક સંકટ આવતુ નથી. આ સિવાય મહાલક્ષ્મી શંખ, મોતી શંખ અને ગણેશ શંખ પણ જોવા મળે છે. ભગવાન શ્રીકૃષ્ણ પાસે પાંચ જન્ય શંખ હતો, જેનો અવાજ કેટલાંયે કિલોમીટર સુધી પહોંચતો હતો.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…