બહારનું ખાવાના શોખીન આ વિડીયો ખાસ જોવે- રોટલી બનાવતી વખતે રસોઈયાએ એવી હરકત કરી કે…

154
Published on: 3:04 pm, Mon, 18 October 21

સોસિયલ મીડિયા પર અવારનવાર કેટ-કેટલાય વિડીયો વાયરલ થતા રહેતા હોય છે ત્યારે હાલમાં પણ આવા  જ એક ખુબ આશ્વર્યજનક વિડીયોને લઈ સમાચાર સામે આવ્યા છે. આપને જણાવી દઈએ કે, દિલ્હીથી અડીને આવેલ ગાઝિયાબાદની એક હોટલમાં થૂક લગાવીને તંદૂરની રોટી સેકતા હોવાનો વીડિયો ખુબ વાયરલ થયો છે.

આ વીડિયો નગર કોતવાલી વિસ્તારનો હોવાનું મનાઈ રહ્યું છે. હિન્દુ રક્ષા દળની ફરિયાદ પર નગર કોતવાલી પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. નગર કોતવાલીના સિવિલ લાઇન ચોકીના ઇન્ચાર્જ શિશુપાલ સોલંકી જણાવે છે કે, આરોપીનું નામ તમિઝુદ્દીન છે તેમજ તે બિહારના કિશનગંજનો રહેવાસી છે.

તે ફક્તને ફક્ત અહીં પંચવટીના અહિંસા વાટિકામાં આવેલ ચિકન પોઈન્ટ પર તંદુરી રોટલી બનાવતો હતો. તેમણે જણાવ્યું હતું કે, હિન્દુ રક્ષા દળના રાજ્ય કન્વીનર તમિઝુદ્દીનની સાથે ગૌરવ સિસોદિયાએ ઢાબા સંચાલકો શાદાબ તથા સાહિલ વિરુદ્ધ ફરિયાદ આપી છે. એવું કહેવાયુ છે કે, આ વીડિયો ફક્ત બે દિવસ જૂનો છે.

શનિવારની સાંજે જ્યારે તેને 59 સેકન્ડનો વીડિયો મળ્યો ત્યારે તેઓ આ ઢાબા પર પહોંચ્યા હતા. જ્યારે તેણે વીડિયો બતાવીને આવું કરવાનું કારણ પૂછ્યું તો આરોપીએ તેની સાથે ગેરવર્તન કર્યું હતું તેમજ તેમણે તરત જ પોલીસને આ બાબતની જાણ કરી દીધી હતી.

પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી. પોલીસ જણાવે છે કે, આ વાયરલ વીડિયોમાં તમિઝુદ્દીન તંદૂરમાં નાખતા પહેલા રોટી પર થૂંકતો જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

આપને જણાવી દઈએ કે, આ આવો સૌપ્રથમ કેસ નથી. આની પહેલા પણ દિલ્હી, ગાઝિયાબાદ, હાપુર તથા મેરઠ તેમજ ગુરુગ્રામમાં પણ રોટલી પર થૂંકવાના કેટલાક કેસ નોંધાયા છે. જેમાં પણ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરીને જેલમાં ધકેલી દેવાયા હતા