રાજયમાં આ જગ્યાએ વાદળ ફાટતાં મચી તબાહી: સેકંડોનું નુકશાન થતાં સામાન્ય જનજીવન પણ ખોરવાયું

585
Published on: 9:25 am, Tue, 21 September 21

મેઘરાજાએ તો ભારતના ઘણાં રાજયો અને શહેરો માં તબાહી મચાવી છે. આ તબાહીમાં સેકડોનું નુકશાન થયું છે માનવ-જીવન પણ ખોરવાય ગયું છે. આ ઉપરાંત નાળામાં વહીને આવેલા ભારે કાટમાળના કારણે ઘણા ઝૂંપડાં અને દ્વિચક્રી વાહનો દબાઇ ગયાં હતાં અને ઘણી કારોમાં કાટમાળ ઘૂસી ગયો હતો.

જોકે આસપાસના વિસ્તારોમાં કોઇ ન હતું તેથી મોટી જાનહાનિ ટળી શકી છે. સુરક્ષા તંત્ર તત્કાળ રાહત કામગીરીમાં લાગી ગયું છે. અહેવાલો અનુસાર સમગ્ર વિસ્તારમાં ભારે વરસાદ ચાલું જ છે. હવામાન ખાતાએ 23 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં વાદળ ફાટવાની ઘટના બની છે.

નારાયણબગડ બ્લોકના પંગતી ગામમાં સોમવારે સવારે ભારે વરસાદ બાદ વાદળ ફાટતાં ચારે તરફ તબાહી મચી હતી અને વરસાદી પાણી સાથે કાટમાળ ચારે તરફ પ્રસરી ગયો હતો જેને પરિણામે નારાયણબગડથી થરાલીનો હાઇવે બંધ થઇ ગયો હતો. ભારે વરસાદના કારણે સર્વત્ર કાદવકીચડ જ દેખાય છે.

અને માર્ગો પણ તેની નીચે દબાઇ ગયા છે. નોંધનીય છે કે પ્રાકૃતિક આફતોના મોરચે ઉત્તરાખંડ એકદમ સંવેદનશીલ છે. પાછલા કેટલાક દિવસોથી રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે તેને પરિણામે અનેક સંપર્ક માર્ગો પર સતત ભુસ્ખલનના કારણે સામાન્ય જનજીવન ખોરવાયેલું છે. સોમવારે રાજ્યના દેહરાદૂન, પૌડી, નૈનિતાલ, અલ્મોડા, પિથોરાગઢમાં પણ હળવાથી તીવ્ર વરસાદ નોંધાયો હતો.

દરમિયાન ભારે વરસાદના કારણે ભુસ્ખલન થતાં ફરી એકવાર ગંગોત્રી જતો હાઇવે બંધ થઇ ગયો છે. રાહત ટુકડી કાટમાળને હટાવીને માર્ગ ખુલ્લો કરવા પ્રયાસ કરી રહી છે. દરમિયાન કોલકાતા અને આસપાસના જિલ્લાઓમાં સોમવારે સવારથી જ મુશળધાર વરસાદ શરૃ થઇ ગયો હતો અને જોતજોતામાં ચારે તરફ પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું.

કોલકાતામાં તીવ્ર વરસાદ વચ્ચે માર્ગો અને રેલવે લાઇન પાણી નીચે ડૂબી ગયાં હતાં. અનેક ટ્રેન વિલંબથી ચાલી રહી છે. મુંબઈમાં રવિવાર રાતથી શરૃ થયેલો ભારે વરસાદ સોમવારે પણ જળવાઇ રહેતાં મુંબઈ અને પરાઓમાં પાણી ભરાયાં છે. મુંબઇમાં સોમવારે સવાર સુધીમાં 72 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. હવામાન ખાતાએ આગાહી કરી છે કે મંગળવારે પણ મહારાષ્ટ્રના મુંબઈ ઉપરાંત વિદર્ભ અને મરાઠવાડા પ્રાંતમાં ભારે વરસાદ જળવાઇ રહેશે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…