ખુબ જ અનેરો છે રાજસ્થાન પર્વત પર બિરાજમાન સુંધા માતાનો ઈતિહાસ, દર્શન માત્રથી જ પૂરી થાય છે દરેક ભક્તોની મનોકામના

333
Published on: 11:45 am, Thu, 21 October 21

ભારતમાં અનેક ધર્મના લોકો રહે છે. તે દરમિયાન રાજસ્થાનના જાલોર જિલ્લાના ભીનમાલ તાલુકાના જસવંતપુરાથી 12 કિમી દુર દાંતલાવાસ ગામની નજીક સુંધા માતાનું મંદિર સ્થિત છે. સુંધા પર્વતના શિખર પર આવેલ ચામુંડા માતાને પર્વત શિખરના નામથી ‘સુંધા માતા’ તરીકે પ્રખ્યાત થયા છે. પુરાણો અનુસાર, આ ચામુંડા માના મંદિરમાં એક મંડપનું નિર્માણ જાલોરના શાસક ઉદયસિંહના પુત્ર જાલોર નરેશ ચાચીગદેવે કરાવ્યુ હતું.

આ મંદિર સફેદ રંગના આરસ પથ્થરમાંથી બનેલું છે. સુંધા માતા મંદિરની કોતરણી દેલવાડાના જૈન દેરાસર જેવી હોય તેવું લાગી રહ્યું છે. આ મંદિર બાર સ્તંભો પર બાંધવામાં આવેલું છે. મંદિરના પ્રાંગણમાં શ્રદ્ધાળુ ભકત દ્વારા માતાજીને વિશાળ ત્રિશૂળ પણ અર્પણ કરવામાં આવ્યું છે. સુંધા પર્વત પર સતી માતાનું મસ્તક પડયું હતું, તેથી તેમને અધટેશ્વરી તરીકે પણ પ્રખ્યાત થયા છે.

આશરે 900 વર્ષ જેટલું જૂનું સુંધા માતાનું મંદિર હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાચીન સમયમાં મા ચામુંડાને દારૂ અર્પણ કરવામાં આવ્યો હતો, પરંતુ માલવાડાના ઠાકુર દુર્જનસિંહે 1976 થી દારૂ બંધ કર્યો હતો. એટલું જ નહીં, સાત્ત્વિક સ્વરૂપની પૂજાવિધિ પણ શરૂ કરવામાં આવી હતી.

સુંધા શિલાલેખ અનુસાર, રાજા ચાચીગદેવ ગુજરાતના રાજા વિરમને મારવા, દુશ્મન શલ્યને અપમાનિત કરવા અને સંગ અને પાટુકને હરાવવાના હતા. તેમાંથી વિરમ ગુજરાતના પ્રતાપી રાજા હતા. મંદિરે જવા માટે પગથિયાં દ્વારા ભક્તો ચામુંડા માતાના દર્શને જાય છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…