જામનગરમાં મેઘો મહેરબાન- કોઈએ ખભા પર તો કોઈએ સામા પ્રવાહમાં જઈ લોકોને બચાવ્યા- જુઓ દિલધડક વિડીયો

397
Published on: 12:26 pm, Tue, 14 September 21

જામનગર જિલ્લામાં મેઘો મહેરબાન થયો છે, ત્યારે કાલાવડમાં 24 કલાકમાં ધોધમાર 7 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે તેમજ જામનગરમાં 3.25 ઇંચ, જામજોધપુરમાં 2.25 અને જોડિયામાં 2 ઈંચ વરસાદથી ચારેતરફ પાણી પાણી જોવા મળ્યું હતું. જામનગર-કાલાવડ હાઇવે પણ અતિભારે વરસાદને કારણે બંધ થયો છે.

વોકરા અને નદી-નાળામાંથી પાણી બહાર નીકળી હાઇવે પર ફરી વળ્યા છે. ગામમાંથી બહાર નીકળવાના રસ્તા પર જ પાણી ફરી વળતાં લોકોને સલામત રીતે બહાર કાઢવા માટે એરફોર્સ, SDRF અને ફાયરબ્રિગેડની ટીમો કામે લાગી છે. જામનગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અતિભારે વરસાદ પડવાથી કેટલાય વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે.  તેમજ જામનગર તાલુકાના તમામ ડેમ ઓવરફલો થઇ ચૂક્યા છે. કાલાવડ તાલુકામાં ધોધમાર વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બનતાં અલિયાબાડા ગામમાં પૂરના પાણી ઘૂસ્યાં હતાં.

અલિયાબાડા ગામમાં ઘરનાં એક-એક માળ પાણીમાં ગરકાવ થતાં લોકો જીવ બચાવવા ઘરની છત પર ચઢી ગયા છે. જામનગર નજીક આવેલા ધુંવાવા ગામમાં પણ ભયંકર સ્થિતિ સર્જાઈ છે. નદીના પાણી ગામની અંદર ઘૂસી જતાં ગામની પચાસ ટકા વસતિ પૂરના પાણીમાં ફસાઈ છે. ગામલોકો દ્વારા પાણીની વચ્ચે ફસાયેલા લોકો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરવાની માગ કરાઈ છે. ગામલોકોનું માનીએ તો, તેમણે ઈતિહાસમાં ક્યારેય આવું પૂર જોયું નથી.

નાગેશ્વર નદીના કાંઠા પર જ ખોડિયાર મંદિર આવેલું છે. રાત્રિના સમયે નાગમતી-રંગમતી નદીમાં ઘોડાપૂર આવતાં મંદિર આસપાસ પૂરનાં પાણી ફરી વળ્યા છે. મંદિર પણ અડધું પાણીમાં ડૂબી ચૂક્યું છે. NDRFની ટીમ બચાવ કામગીરીમાં જોડાઈ જામનગર જિલ્લાના કાલાવડ અને જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પૂરની સ્થિતિના કારણે NDRFની ટીમ પણ બચાવ કામગીરીમાં લાગી છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…