ઝાડ ઉપર લટકાવીને સગી પુત્રીને જાનવરોની જેમ માર માર્યો અને ‘હેવાનિયતની કરી તમામ હદો’ પાર, સમગ્ર ઘટના જાણીને..!

1358
Published on: 11:17 am, Sun, 4 July 21

મધ્ય પ્રદેશના અલીરાજપુરમાંથી હેવાનિયત ભર્યા સમાચાર સામે આવી રહ્યા છે. ચોંકાવનારા સમાચાર એવા છે કે એક યુવતી કહ્યા વગર મામાના ઘરે જતી રહી હતી તો તેના ભાઈઓ અને પિતાએ તેને ઝાડ ઉપર લટકાવીને બેરહેમીથી માર માર્યો હતો. મધ્યપ્રદેશના ઝાબુઆથી માનવાતાને શર્મસાર કરતો એક વીડિયો સામે આવ્યો છે.

જેને જોઈને તમારો સંબંધો પરથી વિશ્વાસ ઉડી જશે. જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં કેટલાક લોકો એક યુવતીને ખરાબ રીતે માર મારતા જોવા મળી રહ્યા છે. યુવતી રડતી હોય છે, હાથ જોડીને પગે લાગે છે પરતુ તેના ભાઈ અને પિતા તેને માર મારતા રહે છે. ક્રૂર ભાઈઓએ તેની બહેનને ક્યારેક ઝાડથી લટકાવીને અને ક્યારેક જમીન પર પટકીને માર માર્યો.

આ ઘટના 28 જૂનના રોજ સાંજે બની હતી. મળતી માહિતી મુજબ, 20 વર્ષીય પીડિત યુવતીના લગ્ન નજીકના ભુરછેવડી ગામમાં થયા હતા અને પતિ તેને છોડીને એકલો મજરી માટે ગુજરાત ગયો હતો. આથી નારાજ થયેલી યુવતી તેના મામાના ઘરે જતી ર્રહી હતી. આનાથી ગુસ્સે થયેલા પરિવારના સભ્યોતેને તેના ઘરે લઈ આવ્યા અને નિર્દયતાથી માર મારવાનું શરૂ કર્યું.

જે ભાઈઓને યુવતીએ રાખડી બાંધી હતી, તે જ ભાઈઓએ તેને ક્યારેક ઝાડથી લટકાવીને માર માર્યો તો ક્યારેક રસ્તા પર ખેંચીને માર માર્યો. જ્યારે વીડિયો વાયરલ થયો હતો ત્યારે પોલીસે પણ આ બાબતની નોંધ લીધી હતી અને આ મામલે 1 જુલાઈએ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે પીડિતાના ત્રણે ભાઈઓ અને પિતા સામે ફરિયાદ દાખલ કરીને તેમની ધરપકડ કરી હતી. એસપી પી. વિજય ભગવાનીએ કહ્યું કે આરોપીઓ સામે રિપોર્ટ નોંથી હતી.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…