ચૈત્રી નવરાત્રી રહ્યા છો? તો ઘરે બનાવો કાચાં કેળાની ટેસ્ટી મસાલા પૂરી- એકવાર જરૂર બનાવજો

202
Published on: 9:24 am, Fri, 16 April 21

અત્યારે નવરાત્રી ચાલી રહી છે તો ઘણા લોકો આ નવરાત્રીમાં ઉપવાસ કરે છે. તો આજે આપણે આ ઉપવાસમાં ખવાય એવી કાચા કેળાની પૂરી બનાવતા શિખીશું. કાચા કેળા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનાવમાં આવે છે તમે કાચા કેળાના શાક અંગે ઘણી વખત સાંભળ્યું હશે પરંતુ શુ તમે તેનાથી બનતી પુરી અંગે સાંભળ્યું છે?

જો ના તો આજે અમે તમારા માટે કાચા કેળાથી બનતી મસાલા પુરીની રેસીપી લઇને આવ્યા છીએ. જે બનાવવામાં સહેલી અને ઝડપથી બની જાય છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય મસાલા પુરી.

સામગ્રી
500 ગ્રામ – ફરાળી લોટ( સાબુદાણા, શિંગોડા, મોરયો, રાજગરા )
4 નંગ – લીલા મરચા
1/2 ચમચી – હળદર
4નંગ – કાચા કેળા
2 ચમચી – કોથમીર
સ્વાદાનુસાર – મીઠું
તળવા માટે – તેલ
1/2 ચમચી – લાલ મરચું
1/2 ચમચી – અજમો

બનાવવાની રીત
સૌ પ્રથમ મીડિયમ આંચ પર એક પ્રેશર કુકરમાં કાચા કેળાને પાણીની સાથે બાફી લો. હવે આંચ બંધ કરી દો. કુકરનું પ્રેશર ખતમ થાય એટલે તેને બહાર નીકાળીને છોલી લો. હવે કેળાને એક વાસણમાં લઇને મશળી લો. ત્યાર બાદ તે વાસણમાં લોટ, કોથમીર, લીલા મરચા, હળદર, લાલ મરચું અને અજમો તેમજ મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

હવે તેમાં થોડૂક પાણી ઉમેરતાની સાથે લોટ ગૂંથી લો. તેને 20 મિનિટ એક કપડાથી ઢાંકી લો. હવે એક કઢાઇમાં ધીમી આંચે તેલ ગરમ કરવા રાખો. તેના નાના લૂઆ બનાવીને તેમાં પુરી વણી લો અને તેલ ગરમ થાય એટલે પુરીને આછા બ્રાઉન રંગની તળી લો. તૈયાર છે કાચા કેળાની મસાલા પુરી. જેને તમે સુકીભાજી અથવા તીખી ચટણી સાથે ખાઈ શકો છો.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…