જાણો લીમડાવાળા હનુમાનદાદાના પરચા- અહીંયા દર્શને આવતા બધા જ ભક્તોની મનોકામનાઓ થાય છે પુરી

252
Published on: 3:11 pm, Wed, 29 September 21

ભારતમાં હજારો મંદિરો આવેલા છે. તેમાંથી આજે આપણે એક એવા ચમત્કારિક હનુમાન દાદાના મંદિર વિષે જાણીશું. લીમડાવાળા હનુમાનદાદાના મંદિર તરીકે પણ આ મંદિરને ઓળખવામાં આવે છે. જૂનાગઢના માળીયા હાથીનાથી સાત કિમિ દૂર આ મંદિર આવેલું છે. આ લીમડાવાળા હનુમાન બાપાનું મંદિર અકાળા ગામ અને ગામમાં આવેલું છે.

400 થી 500 વર્ષ જૂનું આ હનુમાન દાદાનું મંદિર છે. અહીંયા પહેલા ફક્ત નાની હનુમાન દાદાની ડેરી બનાવેલી હતી અને પછી ધીમે ધીમે તેને મોટું મંદિર બનાવવામાં આવ્યું છે. આ મંદિરની નજીક એક લીમડો આવેલો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, તે લીમડો વર્ષો જૂનો છે. આની પાછળ પણ એક એવી માન્યતા છે કે, તેથી તે લીમડાની ડાળી તોડવા માટે કોઈ તૈયાર થતા નથી.

જાણવા મળ્યું છે કે, ઘણા લોકોને આ ગામમાં હનુમાન દાદાએ પરચા પણ આપ્યા છે. અવારનવાર દાદા આવા પરચા આપતા હોય છે, તે દરમિયાન જયારે આ મંદિરનો જીર્ણોધાર કરવાનો હતો. ત્યારે મંદિરના પાયાનું મુર્હત કરવામાં આવ્યું હતું. તેમજ ચાર ફૂટ પાયામાંથી તાજા આકડાના ફૂલ પણ મળી આવ્યા હતા. ત્યારે લોકોને ફરી એક વખત હનુમાનદાદા પર રહેલી શ્રદ્ધામાં વધારો થયો હતો. ત્યારથી આજ સુધી અહિયાં ભક્તો દૂર દૂરથી દાદાના દર્શન કરવા માટે આવતા હોય છે.

અહીંયા આવતા દરેક લોકોની તમામ મનોકામનાઓ પુરી થાય છે. મોટે ભાગે ભક્તો શનિવારે મંદિરમાં આવતા હોય છે. પૂનમના દિવસે લીમડાવાળા હનુમાન દાદાના મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે ભેગા થતા હોય છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…