ગુજરાતીઓ તૈયાર રાખજો ધાબળા અને સ્વેટર, અગામી સમયમાં પડશે ખુબ જ કાતિલ ઠંડી- હવામાન વિભાગે કરી આગાહી

305
Published on: 2:23 pm, Wed, 24 November 21

હાલ શિયાળો હોવા છતાં ઠંડી ખુબ જ ઓછી પડે છે પરંતુ ગુજરાતમાં તો કમોસમી વરસાદ આવે છે. આ વચ્ચે ગુજરાતના હવામાન વિભાગે આગાહી કરી છે. મહત્વનું છે કે વહેલી સવારથી જ રાજ્યમાં શહેરીજનોને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. અને સાથે જ અમદાવાદ સહિતના શહેરમાં તાપમાનમાં વધારો થઈ શકે છે.

નલિયામાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું છે. તથા વહેલી સવારથી ગુલાબી ઠંડીની અસર જોવા મળી છે. ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ઠંડી વધવાની આગાહી કરી છે. રાજ્યમાં છેલ્લા કેટલાંક દિવસોથી કાતિલ ઠંડીનો અનુભવ લોકો કરતા હતા. પરંતુ રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ઠંડીનું જોર ઘટ્યું હતું.

જેના કારણે લોકોને રાહત મળી હતી. હવે ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને એક આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં બે દિવસ બાદ ઠંડીનું જોર વધશે. હવામાન વિભાગની આગાહીના પગલે બે દિવસ રાજયમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થશે. પવનોની દિશા બદલાતા રાજ્યમાં સામાન્ય ઠંડીનું જોર ઘટ્યું હતુ. પરંતુ ગુરુવારથી ઠંડીનો પારો ઉંચકાશે.

હાલ રાજયમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. અમદાવાદ સહિત અનેક જગ્યાએ સવારે ઠંડીનો એહસાસ થઈ રહ્યો છે. અમદાવાદનું લઘુતમ તાપમાન 17.01 ડીગ્રી નોંધાયું છે. જ્યારે ગાંધીનગર 16.06 ડિગ્રી સાથે ઠંડુગાર રહ્યું છે અને સુરતમાં 20 ડિગ્રી, વડોદરા 21.07 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…