ગુજરાતીઓ તૈયાર રહેજો: આ મહિનાના અંતમાં ઓમિક્રોન બનશે ખતરનાક- AIIMSના ડૉક્ટરે આપી ચેતવણી

603
Published on: 10:18 am, Tue, 21 December 21

ઓમિક્રોનનો હાહાકાર વિશ્વમાં ખુબ જ વધી રહ્યો છે. ઘણાં દેશોમાં લોકડાઊન થવાના એંધાણ પણ દેખાવા લાગ્યાં છે. 6 મહિના પછી રવિવારે દિલ્હીમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. દિલ્હી AIIMSના નિષ્ણાતોનું કહેવું છે કે ઓમિક્રોન વેરિઅન્ટ કોરોના કેસમાં વધારા માટે જવાબદાર હોઈ શકે છે.

દિલ્હીમાં રવિવારે કોરોનાના 107 નવા કેસ નોંધાયા છે. આ સિવાય 10 દિવસ બાદ કોરોનાથી મોતનો એક કેસ સામે આવ્યો છે. પ્રોફેસર રાયે કહ્યું કે ઓમિક્રોનનું સંક્રમણ ખુબ વધે છે અને જ્યારે આ પ્રકાર સંવેદનશીલ વસ્તી સુધી પહોંચે છે, ત્યારે તે પહેલા ઝડપથી ફેલાય છે અને પછી ધીમે ધીમે તેનો ગ્રાફ નીચે જવા લાગે છે.

આવી જ સ્થિતિ ભારતમાં કોરોનાની બીજી લહેર દરમિયાન જોવા મળી હતી. પ્રોફેસર રાયના જણાવ્યા અનુસાર, ભારે શિયાળા અને ઉનાળામાં કોઈપણ વાયરસનો ફેલાવો મુશ્કેલ છે, પરંતુ ઠંડીના સંપર્કમાં આવવાથી વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે, જેનાથી તે વાયરસ માટે સંવેદનશીલ બને છે.

AIIMSમાં કોમ્યુનિટી મેડિસિનના પ્રોફેસર સંજય રાયે દિલ્હીમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સાવચેત રહેવાની સલાહ આપી છે. પ્રોફેસર રાયે કહ્યું, ‘વાયરસ માટે શ્રેષ્ઠ તાપમાન 20થી 30 ડિગ્રીની વચ્ચે છે. તેથી, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ફેબ્રુઆરી અને માર્ચ આ વાયરસ માટે વધુ અનુકૂળ મહિના છે.

આ મહિનામાં ચેપનું જોખમ વધારે રહે છે. અત્યાર સુધીના ડેટા દર્શાવે છે કે કોરોના વાયરસનો વેરિઅન્ટ ઓમિક્રોન અત્યાર સુધીના અગાઉના પ્રકાર કરતાં વધુ ચેપી છે પરંતુ ઓછો ગંભીર છે. અત્યાર સુધીના કોરોનાના લક્ષણોની સરખામણીમાં તેના લક્ષણો પણ હળવા છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…