‘ગુજરાત પર મંડરાયો મોટો ખતરો’, જો આગામી સમયમાં વરસાદ નહીં પડે તો..!

221
Published on: 10:15 am, Fri, 13 August 21

ગુજરાતથી તો મેઘરાજા જાણે રિસાઈ ગયા હોય તેવું લાગે છે. રાજ્યમાં જો વરસાદ ઓછો પડશે તો ખેડૂતોને ખુબ જ નુકશાન થવાની સંભાવના વધી જશે, ગુજરાત પર જળસંકટનો ખતરો મંડરાઈ રહ્યો છે. ચાલુ વર્ષે મેઘરાજા હાથતાળી આપી રહ્યાં છે. અત્યાર સુધી માત્ર 36.39% વરસાદ થયો છે. ગત વર્ષે 11 ઓગસ્ટ સુધી 58% વરસાદ નોંધાઈ ચુક્યો હતો.

અત્યાર સુધી રાજ્યમાં 19 ઇંચ વરસાદ થવો જોઈતો હતો જેને બદલે માત્ર 10 ઇંચ નોંધાયો છે. જેના કારણે 46 ટકાની ઘટ દર્શાવે છે. ગુજરાતના 207 જળાશયોમાંથી માત્ર 5 જળાશય 100% ભરેલા છે. હાલમાં કુલ જળસંગ્રહ 47.54% છે. સરદાર સરોવર ડેમમાં 46.60% છે.

રાજ્યના બે તાલુકાઓ લાખણી અને થરાદમાં બે ઇંચથી પણ ઓછો વરસાદ છે. રાજ્યના 25 તાલુકાઓમાં 5 ઇંચથી ઓછો વરસાદ છે. માત્ર 4 તાલુકાઓમાં 40 ઇંચથી વધારે વરસાદ છે. જેમાં નવસારીમાં ખેરગામ, વલસાડમાં ધરમપુર, કપરાડા અને વાપી તાલુકાઓ છે.

ગાંધીનગરમાં 64%, અરવલ્લીમાં 63%, સુરેન્દ્રનગરમાં 59%, તાપીમાં સરેરાશથી 56%, દાહોદ અને ગીર સોમનાથ જિલ્લામાં 55% વરસાદની ઘટ છે. જો આગામી સમયમાં મેઘરાજા મહેર નહીં વર્સાવે તો જળસંકટ ચોક્કસથી ટોળાશે. ખેતી માટે તો પાણી નહીં મળી રહે પણ પીવાના પાણીના પણ ફાંફા પડી શકે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…