જાણો ગૂગલના ‘CEO’એ ભારતને લઈને કરી ખતરનાક ભવિષ્યવાણી કહ્યું આકારો સમય તો હજુ બાકી છે

163
Published on: 4:39 am, Mon, 3 May 21

દુનિયાભરમાં કોરોના ખુબ જ ઝડપે વધી રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસ સંક્રમણની સ્થિતી ખુબ જ ગંભીર છે અને સૌથી કપરી સ્થિતી હજી આવવાની હજી બાકી છે. ગૂગલના ચીફ એક્ઝિક્યુટિવ સુંદર પિચાઇએ સીએનએન સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે અમેરિકાના ઉંચામા ઉંચા વર્તુળો પણ ભારત અને અન્ય દેશોમાં વણસેલી આરોગ્ય સ્થિતી પર જે રીતે ધ્યાન આપી રહ્યા છે.

તે હૃદયસ્પર્ષી ઘટના છે. ભારતની સ્થિતી હાલમાં હૃદયને ભાંગી નાખે તેવી છે, અને મને લાગે છે કે કપરીમાં કપરી સ્થિતી આવવાની હજી બાકી છે. ગૂગલના ચીફ એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે,’ આપી પળોમાં અહીં હોવું તે હૃદયને ગમે છે. લોકો અહીંથી ભારતનું ધ્યાન રાખી રહ્યા છે.

PM બાઇડેનથી માંડીને બ્લિન્કેન જેવા ઉચ્ચ સ્તરેથી ભારત સહિતના અન્ય પ્રભાવિત દેશોને મદદ કઇ રીતે કરી શકાય તેના પર ધ્યાન અપાઇ રહ્યું છે તે ઘટના હૃદયસ્પર્ષી છે. ગૂગલના ચીફ એક્ઝિક્યુટિવ સુંદર પિચાઇએ ભારતમાં કોરોના કેસોનો રાફડો ફાટતાં ગયા સપ્તાહે જ જાહેરાત કરી હતી કે ભારતના લોકોને ઉપયોગી થઇ પડે તેવી તબીબી સામગ્રી માટે ગૂગલ રૂપિયા 135 કરોડના ભંડોળની ફાળવણી કરશે.

આ દરમિયાન અમેરિકા તરફથી ભારતને કોવિડ-19નો સામનો કરવા મળનારી સહાયની પ્રથમ ખેપ શુક્રવારે ભારત પહોંચી હતી. પ્રથમ ખેપરૂપે અમેરિકા તરફથી ભારતને 440 ઓક્સિજન સિલીન્ડર અને રેગ્યુલેટર્સ તેમ જ 9,60,000 રેપિડ નિદાન ટેસ્ટનો જથ્થો મળી ચુક્યો છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…