ખેડૂતો માટે ખુશીના સમાચાર: CM રૂપાણીએ ‘ગુજરાતના ખેડૂતો’ માટે લીધો મહત્વનો નિર્યણ- જાણો જલ્દી

445
Published on: 10:30 am, Wed, 7 July 21

તાઉતે વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં બાગાયતી સહિતના કૃષિ પાકોમાં ભારે નુકશાન થયુ હતુ. જેની સામે સરકારે જાહેર કરેલા ખેડૂતો માટેના રાહત પેકેજમાં ઠરાવ, પરિપત્ર મુજબ સહાય ચૂકવાતી નથી. એવી રાવ કિસાન સંઘે નાંખી હતી. હાલ, વરસાદ ખેંચાતા ગુજરાતમાં પાણીના અભાવે બાજરી, મકાઈ, ડાંગર, મગફળી, કપાસના વાવેતરમાં ફૂટેલો ફણગો કરમાઈ રહ્યો છે.

એકાદ સપ્તાહમાં પુરતુ પાણી નહિ મળે તો ગુજરાતમાં ચોમાસુ પાકમાં ખેડ, ખાતર અને બિયારણ બાત્તલ જશે. જેના કારણે આજે ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કિસાનોના હિતમાં વધુ એક સંવેદનાપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં વરસાદ ખેંચાવાની સ્થિતિમાં ખેડૂતોને સિંચાઇ-પાણી માટે સમસ્યા ન રહે તે હેતુસર બુધવાર તા.7મી જુલાઇથી ખેડૂતોને વધુ બે કલાક વીજળી આપવાનો નિર્ણય લેવાયો છે.

હાલ રાજ્યમાં ખેડૂતોને આઠ કલાક વીજળી આપવામાં આવે છે તેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બે કલાકનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આમ હવે રાજ્યના ખેડૂતોને બુધવાર તા. 7મી જુલાઇથી 8ને બદલે 10 કલાક વીજળી મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વરસાદ ખેંચાવાના કારણે અગાઉ ખેડૂતોએ સરકાર સમક્ષ ચાર કલાક વધુ વીજળી આપવા તેમજ બધા જ જળાશયોમાંથી પાણી છોડે.

તેવી માંગણી કરતા ભારતીય કિસાન સંઘે ઉત્તર ગુજરાતમાં સુજલામ- સુફલામ નેટવર્કમા તત્કાળ અસરથી પાણી વહેતુ કરવા પણ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના ખેડૂત સંગઠનના પ્રદેશ અધ્યક્ષ વિઠ્ઠલ દૂધાત્રાએ કહ્યુ કે, કેરી સહિતના બગીચાના પાકોમાં એક હેક્ટરમાં 30,000 અને બે હેક્ટરમાં 60,000ની મર્યાદામાં સહાય ચૂકવવાનો ઉલ્લેખ થયો છે. પણ જે વિસ્તારમાં મુખ્યપાક જ કેરી- બાગાયતી છે તેમને બે હેક્ટરથી વધુમા થયેલા નુકશાનની અંગે પણ સહાય આપવી જોઈએ.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…