લ્યો બોલો! અહીં બેઠા-બેઠા પકોડા ખાવાના મળી રહ્યાં છે લાખો રૂપિયા- જલ્દી કરો નહીં તો રહી જશો

183
Published on: 10:14 am, Mon, 25 October 21

સોસિયલ મીડિયા પર અવારનવાર કેટલીક આકર્ષક ઓફર સામે આવતી રહેતી હોય છે કે, જેમાં કઈક ખાવાના તો વળી ક્યાંક કઈક કરવાના લાખો રૂપિયા મળતા હોય છે ત્યારે હાલમાં આવી જ એક જાણકારી સામે આવી છે. સૌ કોઈ લોકો એવું ઈચ્છતા હોય છે કે, તેઓ સારામાં સારા રૂપિયા કમાઈ શકે.

ઘણીવખત લોકો વધુ સેલરીના ચરક્કમાં પોતાના પ્રોફેશનથી હટીને જોબ કરતા હોય છે. જો આપને પણ કહેવામાં આવે કે, તમને ચિકન પકોડા ખાવા માટે 1 લાખ રૂપિયાની સેલરી આપવામાં આવશે તો આપ શું કરશો? કોઈ પણ વ્યક્તિ આ ઓફર સ્વિકારી જ લેશે. આ જોબ ઓફર યુકેની એક ફૂડ કંપની આપી રહી છે.

ટેસ્ટ કરવાનું રહેશે ચિકન ડીપર્સ:
મળી રહેલ જાણકારી પ્રમાણે, યુકેની જાણીતી ફિશ ફિંગર કંપની BirdsEyeને ટેસ્ટ ટેસ્ટર માટે વેકેન્સી કાઢી છે. કંપનીને એવા શખ્સની શોધમાં રહેલી છે કે, જે ચિકન પરફેક્ટ ટેસ્ટને વધારે સારૂ બનાવી શકે. કંપની એવું ઈચ્છે છે કે, એમના ચિકન પકોડા સૌથી બેસ્ટ હોય.

એમના તેઓ કોઈપણ પ્રકારનું રિસ્ક લેવા માટે તૈયાર રહેલી છે. કંપનીએ આ જોબની ડિટેલ શેર કરી દીધી છે. આની માટે કંપની 1 લાખ રૂપિયા સુધીની સેલરી પણ આપી રહી છે કે, જે કોઈપણ શખ્સ આ જોબ મેળવવામાં સફળ રહેશે, એમને ચિફ ડિપ્પીંગ ઓફિસરની પોસ્ટ અપાશે.

ચિકન ડિપર્સ સાથે સોસ પણ બનાવશે કંપની:
હાલમાં બ્રિટેનમાં બેરોજગારી તથા મોંઘવારી એમ બંને ચરમસીમા પર પહોંચી ગઈ છે. આવા સમયે BirdsEyeને ચિકન ડિપર્સ માટે ટેસ્ટરની ખુબ જરૂર છે તો કંપની આ ડીપર્સની સાથે પરફેક્ટ સોસ પણ બજારમાં ઉતારવા માગે છે. હાલમાં જ એક સર્વેમાં કેટલાક લોકોએ ચિકન ડીપર્સની સાથે ટોમેટો સોસને બેસ્ટ કહ્યું હતું.

આ રીતે કરો આવેદન:
જો તમે પણ આ જોબ માટે આવેદન કરવા માંગતા હો તો, https://www.birdseye.co.uk/ પર જઈને અરજી કરી શકશો. જ્યાં આપને 250 શબ્દોનો લેટર લખીને આપ જણાવી શકશો, કે આપને આ જોબ પર શા માટે રાખવામાં આવે. જો આપનો જવાબ કંપનીને પસંદ આવ્યો તે, આપને આ જોબ મળી જશે.