ગઢડા સ્વામીનારાયણ મંદિર ફરીએકવાર ચર્ચામાં, મંદિરના પૂર્વ ચેરમેન S.P સ્વામીને…

200
Published on: 9:15 am, Sun, 14 March 21

ગઢડા છેલ્લા કેટલાક સમયથી કોઈના કોઈ કારણે ચર્ચાના કેન્દ્રમાં રહે છે. ગઢડા ગોપીનાથજી મંદિરના ભૂતપૂર્વ ચેરમેન એસ.પી.સ્વામીને બોટાદ જિલ્લાના નાયબ કલેકટરે તડીપાર કરવા માટે નોટિસ આપતા ખળભળાટ મચ્યો છે. ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી.સ્વામીને તડિપાર કરવામાં આવ્યા છે. એસપી સ્વામી વિરૂદ્ધ કોરોનાકાળમાં લોકડાઉન દરમ્યાન જાહેરનામાના ભંગ બદલ તેમજ 2007 રોડ વિવાદના કેસના આધારે તડીપાર કરવામાં આવ્યા છે.

કલેક્ટર દ્વારા એસપે સ્વામીને આ નોટિસમાં બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર,  અમદાવાદ એમ 6 જિલ્લામાંથી તડિપાર કરવામાં આવ્યા છે. સામે પક્ષે એસપી સ્વામીએ પણ હાઇકોર્ટમાં મંદિર મામલે ચાલતા કેશમાં DySP રાજદીપસિંહ નકુમ દ્વારા કેશો પાછા ખેંચવા દબાણ કરવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો છે.

તેમણે કહ્યું છે કે, મારા પર 3 કેસ બતાવાયા છે. આ FIR મામલે CBI તપાસ થાય તેવી એસ.પી.સ્વામીની માંગણી છે. ગઠડા સ્વામીનારયણ મંદિરના ટ્રસ્ટીઓ અને સંતોના વીડિયોએ મચાવી ચકચાર. એસપી સ્વામીને તડિપાર કર્યા બાદ ગઢડા સ્વામીનારાયણ મંદિરના દેવ પક્ષના ટ્રસ્ટીઓ અને વહીવટી સંતોનો સોશિયલ મીડિયામાં એક વિડીયો વાઈરલ થયો છે.

મંદિરના ચેરમેન હરજીવનદાસ સ્વામી, સલાહકાર ભાનુપ્રકાશ સ્વામી, ટ્રસ્ટીઓ સુરેશભાઈ, વિનુભાઈની વાતચીતનો વિડીયો વાઈરલ થયો છે. ગઢડા મંદિરની ઓફિસમાં ચેરમેન, સલાહકાર અને ટ્રસ્ટીઓ ચુંટણીમાં લાખો રૂપિયા વાપરવામાં આવ્યા હોવાની વાત કરી રહ્યાં છે. સાથે જ તેઓ ભાવનગરના કે પી સ્વામી વિશે પણ જુદી જુદે ટીપ્પણીઓ કરી રહ્યા છે.

ટ્રસ્ટી સુરેશભાઈ કહે છે કે, કે પી સ્વામીને હાથો બનાવે છે. તેમજ સંસ્થાના લાભમાં કે પી સ્વામીને ન ગણાય. કે પી સ્વામી એટલો મોટો આસામી છે તો તેણે ચુંટણીમાં 5 કે 10 લાખ વાપર્યા હોત તો શું ફેર પડેત તેમ ટ્રસ્ટી સુરેશભાઈ કહેતા સંભળાય છે. તો સલાહકાર ભાનુપ્રકાશ સ્વામી પણ કહે છે કે, એક વર્ષથી પાછળ પડ્યા એટલે ગોપીનાથજીની સાક્ષીએ વ્યાજે પૈસા લાવીને આપ્યા. આમ સોશિયલ મીડિયામાં ગઢડા લખો રૂપિયાના ભોપાળામાં વિડીયો થયો વાઈલર. આ જોઈ સ્વામીનારાયણના ભક્તોમાંચર્ચાઓ ઉઠવા લાગી છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…