કુંવારાઓની તમામ મનોકામનાઓ પૂરી કરે છે ચૂડેલ ફઈ બા

118
Published on: 6:41 am, Tue, 16 February 21

આજે એવી શ્રદ્ધાની વાત કરીશુ કે તમે ક્યારે સાંભળી નહી હોય. ચુડેલ ફઈબાની મનોકામના પર જો તમે શ્રદ્ધા રાખો તો તમારી થશે બધી મનોકામના પૂર્ણ. કહેવાય છે કે શ્રદ્ધા હોય ત્યા પુરાવાની શુ જરૂર. તો ક્યા આવ્યુ આ મંદિર શુ છે તેની કહાની જોઈએ વિશેષ અહેવાલમાં. અમદાવાદ જિલ્લાના સાંણદ તાલુકાના ઝાંપા ગામ.

સાણંદથી 35 કિલોમીટર દુર આવેલુ છે ઝાંપા ગામમાં ચુડેલ ફઈ બાનુ મંદિર આવેલું છે. ગામના લોકોનુ માનવુ છે કે, અહી 20 વર્ષ પહેલા કોઈ દિવસે પણ નિકળી શકતુ ન હતુ. કારણ કે ત્યા કોઈ વ્યક્તિ આવીને ડરાવતી હતી. પરંતુ એક દિવસ ચુડેલને ઝાપાગામના આત્મારામ ભાઈએ જોઈ. જોકે આત્મારામભાઈ ડરયા નહી પરંતુ તેનુ સ્વરૂપ જોયુ અને આત્મારામભાઈએ તેને બેન બનાવી.

ત્યારથી એક નાનુ મંદિર બનાવ્યુ, અને આત્મારામભાઈએ બેન બનાવી જેના કારણે ગામ વાસીઓ તેને ચુડેલ ફઈબા કહે છે. ત્યારથી લઈ આજ દિવસ સુધી આજ જગ્યા પર કોઈ ડરાવતુ નથી પરંતુ મનોકામના પૂર્ણ થાય છે. ભુવા આત્મારામભાઈનુ ખેતરની બાજુમાં જ મંદિર બનાવ્યુ. જોકે ચુડેલ ફઈબાના મંદિરે લોકો માનતા રાખવા અને પૂર્ણ કરવા રવિવાર અને મંગળવારના દિવસે જાય છે.

ભક્ત રમેશભાઈ ગોહેલ કહે છે કે, ચુડેલ ફઈબાના મંદિરમાં કોઈ મૂર્તિ નથી. માત્ર એક અખંડ દીપ છે. સાડી અને ફોટા જે ભક્તોની મનોકામના પૂર્ણ થાય તે ત્યા ચડાવે છે. એટલે જે લોકોને સંતાન નથી તે ત્યા સંતાન પ્રાપ્તી માટે મનોકામના રાખે છે. તેમજ જે લોકોને લગ્ન કરવા છે અને જીવનસાથી મળતા નથી તે પણ ચુડેલ ફઈબાની માનતા રાખે છે,

અને જીવનસાથી મળી ગયા બાદ તે બંનેનો ફોટો ચુડેલ ફઈબાના મંદિરે ચડાવે છે. સંતાન પ્રાપ્તી બાદ સંતાનોનો ફોટો મંદિરે મુકી જાય છે. તો ભક્તો ચુડેલ ફઈબાને ચુંદડી રૂપે સાડી ચડાવે છે. ચુડેલ ફઈબાના મંદિર જે વસ્તુઓ ચડાવવામાં આવી છે તે ત્યાથી કોઈ લઈ જઈ શક્તુ નથી, અને લઈ જાય તો પણ સાંજ સુધીમાં પરત મુકવા આવવુ પડે છે.