લ્યો બોલો! કોઈ દેવી-દેવતા નહીં પણ આ મંદિરમાં થાય છે દેડકાની પૂજા- રહસ્ય જાણીને આંખો પહોળી થઈ જશે

133
Published on: 6:21 pm, Tue, 19 October 21

આપને જાણીને જરૂરથી નવાઈ લાગશે પરંતુ સમગ્ર દેશમાં એવા કેટ-કેટલાય મંદિરો આવેલા છે કે, જ્યાં પ્રાણીઓની પૂજા કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં તમે આવા અમુક મંદિરો અંગે સાંભળ્યું હશે પણ અમે આજે આપને ભારત દેશના એક એવા જ મંદિર અંગે જણાવવા જઈ રહ્યા છીએ કે, આ મંદિરમાં ભગવાન નહિ પણ દેડકાની પૂજા કરાય છે.

આવો આજે જાણીએ કે, આ મંદિર ક્યાં આવેલું છે તેમજ શા માટે આ મંદિરમાં દેડકાની પૂજા કરવામાં આવે છે? આવો જાણીએ ભારતમાં આવેલ એકમાત્ર દેડકાનાં મંદિર વિશે… ઉત્તર પ્રદેશમાં આવેલ લખીમપુર-ખીરી જિલ્લાના ઓયલ નામના કસ્બામાં આવેલ છે. એવું કહેવામાં આવે છે કે, આ મંદિર અંદાજે 200 વર્ષ જૂનું છે.

એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, આ મંદિરને કુદરતી આફતો, જેમ કે દુષ્કાળ તથા પૂર સામે રક્ષણ માટે બાંધવામાં આવ્યું હતું. સાથે જ એવું પણ કહેવામાં આવે છે કે, આ સ્થાન ઓયલ શૈવ સંપ્રદાયનું મુખ્ય કેન્દ્ર હતું તેમજ આ પ્રદેશના શાસકો ભગવાન શિવના ઉપાસકો હતા.

આ નગરની વચોવચ્ચ એક તળાવ પણ આવેલું છે તેમજ ત્યાં દેડકાના યંત્ર પર પ્રાચીન ભગવાન શિવ મંદિર પણ આવેલ છે. આ ક્ષેત્ર 11મી સદી બાદ તેમજ 19મી સદી સુધી ચૌહાણવંશના આધીન રહ્યું હતું. ચૌહાણ વંશના રાજા બક્ષસિંઘ દ્વારા આ મંદિરનું નિર્માણ કરાવાયુ હતું.

તાંત્રિકે કર્યું હતું મંદિરનું વાસ્તુ:
મંદિરની વાસ્તુ પૂર્વધારણા કપિલા નામના એક મહાન તાંત્રિકે કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. તંત્રવાદને આધારે આ મંદિરનું આર્કિટેક્ચરલ માળખું તેની વિશિષ્ટ શૈલીને લીધે લોકોનું મનમોહી લે એવું છે. દેડકાના મંદિરમાં દીપાવલી બાદ મહાશિવરાત્રીના દિવસે ભક્તો ખુબ મોટી સંખ્યામાં આવે છે.

કેવી રીતે પહોંચવું?
લખીમપુરથી ઓયલ ફક્ત 10 કીમી દૂર છે. અહીં આવવા માટે તમારે સૌપ્રથમ લખીમપુર આવવું પડશે. બાદમાં તમે બસ અથવા તો ટેક્સી તથા લકીમપુર દ્વારા ઓયલ જઈ શકો છો. જો તમે ફ્લાઇટથી આવવા માંગતા હો તો સૌથી પાસેનું હવાઇમથક લખનૌ 135 કિમી દૂર છે. અહીંથી તમેં સરકારી બસો દ્વારા લખીમપુર પહોંચી શકો છો.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…