છેલ્લા 2 વર્ષથી આ છોકરો મરઘીની જેમ આપે છે ઈંડા, જોઇને ડોકટરો પણ ચોંકી ગયા

615
Published on: 1:05 pm, Sat, 14 August 21

મિત્રો, તમે બધાએ મરધીને અથવા કોઈ પક્ષીઓને ઈંડા આપતાં જોયા હશે પરંતુ આજના આ સમાચાર અમે તમે એક છોકરા વિશે જણાવીશું જે ઈંડા આપે છે. હા, આ બિલકુલ સાચું છે, આ છોકરો છેલ્લા 2 વર્ષથી ઇંડા મૂકે છે. હાલમાં, તે ડોક્ટરની દેખરેખ હેઠળ છે,

ડોકટરો પણ સમજી શકતા નથી કે આ છોકરો કેવી રીતે ઇંડા મુકે છે? શું આ કોઈ બીમારી છે કે કોઈ નડતર? ચાલો જાણીએ સમગ્ર ઘટના વિશે. ઈન્ડોનેશિયાના એક શહેરમાં 14 વર્ષનો છોકરો 2 વર્ષથી ઈંડા મૂકે છે અને ડોક્ટરો પણ આ જોઈને હેરાન છે. તાજેતરમાં જ એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે,

જેમાં તે છોકરો ડોક્ટરોની સામે ઇંડા આપી રહ્યો છે. તેનું નામ છે અકમલ. અકમલ અને તેના પરિવારનો દાવો છે કે તેણે છેલ્લા બે વર્ષમાં 20 ઇંડા આપ્યા છે. ડોક્ટરો પણ અકમલને પોતાની આંખો સામે ઇંડા મુકતા જોઈને સ્તબ્ધ થઈ ગયા. જો કે, ડોકટરો માને છે કે માનવ શરીરમાં આવા ઇંડા બનવાનું અશક્ય છે.

અકમલના પિતાએ ડોક્ટરોને જણાવ્યું કે અગાઉ તેણે 18 ઇંડા આપ્યા હતા. તે જ સમયે, તેણે ડોકટરોની સામે વધુ 2 ઇંડા આપ્યા. અકમલના પિતાએ કહ્યું, “જ્યારે અમે પહેલા ઇંડા તોડ્યા, ત્યારે અમને જાણવા મળ્યું કે તે સંપૂર્ણપણે પીળા હતા.  જ્યારે અમે બીજું ઇંડા તોડ્યું, તે સંપૂર્ણપણે સફેદ હતું, તેની અંદર કોઈ પીળો ભાગ નહોતો.

અકમલ અને તેનો પરિવાર પણ તેમના દાવા સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં અકમલનો એક્સ-રે પણ કરવામાં આવ્યો હતો, એક્સ-રેમાં ઇંડા પણ દેખાય છે, પરંતુ ડોક્ટરો હજુ પણ કંઈ સમજી શક્યા નથી. પરિવારે કહ્યું કે તેમનો દીકરો ઇંડા છોડવાના વિચિત્ર રોગને કારણે ખૂબ જ પરેશાન છે. હાલ આ છોકરો ડોકટરોની સારવાર હેઠળ છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…