ભાવનગરની હોટલમાં ચાલતા કોવિડ કેર સેન્ટરમાં ભભૂકી ઉઠી આગ , 70 જેટલાં દર્દીઓ..!

168
Published on: 4:38 am, Wed, 12 May 21

કોરોના મહામારીમાં ઓક્સિઝન અને બેડ ઘટે છે આ વચ્ચે આગ લાગવાના કિસ્સાઓ ખુબ જ વધી રહ્યાં છે. ભાવનગરમાં એક મોટી જાનહાની સર્જાતા રહી ગઇ છે. શહેરનાં કાળુભા રોડ ઉપર આવેલી હોટલ જનરેશન એક્સ જેને હાલ સમર્પણ કોવિડ હૉસ્પિટલ કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે. ત્યાં આગ લાગવાની ઘટના બની છે. મંગળવારે રાત્રે આશરે 12.30 કલાકે હોટલના ત્રીજા માળના એક રૂમમાં ટીવીના યુનિટમાં શોક સર્કિટથી એકાએક આગ ભભૂકી ઉઠી હતી.

જે બાદ આ કોવિડ સેન્ટરમાં રહેલા દર્દીઓમાં દહેશતનો માહોલ છવાઇ ગયો હતો. આ આગની ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરાતા તેમનો સ્ટાફ ફાયર ફાઈટર સાથે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગને બુઝાવી હતી. જેના કારણે 70 જેટલા દર્દીઓને અન્ય હૉસ્પિટલોમાં ખસેડવામાં આવ્યાં છે. જોકે, સદનસીબે અત્યારસુધી કોઇ જાનહાનીનાં સમાચાર સામે આવ્યાં નથી.

હાલ મળતી માહિતી પ્રમાણે આ આગ રૂમમાં શોર્ટ સર્કિટ થતાં લાગવામાં આવી છે. ફાયર વિભાગ દ્વારા ત્રીજા માળથી કોરોના પોઝીટીવ દર્દીઓનું રેસ્ક્યુ કરી મોટી દુર્ઘટના ટાળવમાં આવી છે. 70 જેટલા કોરોનાના દર્દીઓને બીજી જગ્યાએ સલામત રીતે હૉસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ અંગેની જાણ કોરોનાના દર્દીઓનાં પરિવારને થતા તેઓ પણ મોટી સંખ્યામાં સેન્ટર પર આવી ગયા હતા. ફાયર બ્રિગેડનાં અધિકારીએ જણાવ્યું હતું કે, આગને કાબૂમાં લીધા બાદ આ કોવિડ સેન્ટરમાં રહેલા 70 જેટલા કોરોનાના દર્દીઓને 108ની 8 ગાડી, ફાયરની 2 ગાડીમાં ખાનગી, સર તખ્તસિંહજી હોસ્પિટલ અને લેપ્રેસી હૉસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…