જાણો કે કયા કારણોસર બાળકોમાં કરમિયાનું પ્રમાણ વધુ જોવા મળે છે

101
Published on: 3:17 pm, Wed, 8 September 21

નાના બાળકોને ઘણીવાર કરમીયાના કારણે ખુબ પેટમાં દુખાવો રહેતો હોય છે. બાળકોમાં કરમિયાનું પ્રમાણ વધુ જોવા મળે છે કારણ કે, બાળકોને આદત હોય છે કોઈ પણ વસ્તુ મોઢામાં નાખવાની. તેથી કરમિયા થવાની શક્યતા વધારે રહે છે.

આ ઉપરાંત જો ધ્યાન રાખવામાં ન આવે તો બાળક માટે જમવાનું બનાવતી વખતે કે તેને જમાડતી વખતે તેમના દ્વારા એ કરમિયા બાળકના પેટમાં જતાં રહે છે. પેટમાં થતા કૃમિમાં મોટાભાગના કૃમિ પોતાના આકાર પ્રમાણે નામ ધરાવે છે.

જેમ કે, રાઉન્ડ વોર્મ, હુક વોર્મ, થ્રેડ વોર્મ, પિન વોર્મ, ટેપ વોર્મ, રિન્ગ વોર્મ, વ્હીપ વોર્મ વગેરે. એમાં રાઉન્ડ વોર્મ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતા કીડા છે. રાઉન્ડ વોર્મ સફેદ રંગના લાંબા કીડા હોય છે જ્યારે થ્રેડ વોર્મ્સ દોરા જેવા પાતળા હોય છે. એ જ રીતે ટેપ વોર્મ્સ ચપટા દેખાતા હોય છે.

કરમિયા કે કૃમિ બહારનું ફૂડ ખાવાને લીધે થઈ શકે છે. માટીવાળી શાકભાજી બરાબર ધોઈ ન હોય તો એનાં ઈંડાં પેટમાં જતાં રહે અને આંતરડામાં કીડા થાય. 6-8 મહિનાના બાળકથી લઈને 70-80 વર્ષના લોકો સુધી બધાને જ આ પ્રોબ્લેમ થઈ શકે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…