જાણો નરેન્દ્ર મોદી ક્યાં સુધી રહેશે વડાપ્રધાનના પદ ઉપર? નાસ્ત્રેદમસે આ અંગે પણ કરી છે ભવિષ્યવાણી

394
Published on: 9:34 am, Fri, 28 May 21

ખુબ જ પ્રચલિત નાસ્ત્રેદમસે 2021 માટે ઘણી ભવિષ્યવાળી કરી છે, નાસ્ત્રેદમસની ઘણી ભવિષ્યવાળી સાચી પણ બની ચુકી છે, 2021 માટે નાસ્ત્રેદમસે કરેલી આગાહી જો સાચી પડે તો આ વર્ષ ખુબ જ ભયંકર સાબિત થશે. નાસ્ત્રેદમસનો જન્મ 14 ડીસેમ્બર, 1503મા ફ્રાંસમા થયો હતો, 16મી સદીમા કવિતાઓ દ્રારા તેમણે વિશ્વની ઘણી ભવિષ્યવાળી કરી હતી. તો ચાલો જાણીએ નાસ્ત્રેદમસની ભવિષ્યવાળી વિશે.

ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રીમતિ ઈન્દિરા ગાંધી વિશે નાસ્ત્રેદમસે કહ્યું હતું કે તેને પોતાનું સાશન પરત મળશે. તેના દુશ્મનો તેમના વિરુદ્ધ ષડયંત્ર રચશે છતા પણ તે વિજેતા બનશે. આ ઉપરાંત તેમના મૃત્યું અંગે પણ ભવિષ્યવાણી કરવામાં આવી હતી. રાજીવ ગાંધીને લઈને ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે એક પાયલોટ ખાલી પડેલી જગ્યા પર સાશન કરશે અને 7 વર્ષ બાદ તેમનું સામ્રાજ્ય ખતમ થઈ જશે. તેની હત્યા અંગે પણ તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

9/11 ના આતંકવાદી હુમલા માટે તેમણે કહ્યું હતું કે ધરતીના કેન્દ્રમાંથી એક જ્વાળામુખી ફાટશે અને આતંકનો એક નવો મહારાજા બનશે. જેમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને ઓસામા બીન લાદેનની વાત કરી હતી. પ્રિન્સેસ ડાયના મૃત્યું અંગે ભવિષ્યવાણી કરી હતી કે ઈશ્વરના દૂત તેને જીંદગી કરતા પહેલા તેની સાથે લઈ જશે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જોહ્ન ઓફ કેનેડીની હત્યા માટે એવું કહેવામાં આવ્યું હતું કે એક મહાન વ્યક્તિ એક જ દિવસમાં કોઈ તૂફાનનો શિકાર બનશે અને તે ખતમ થઈ જશે.

લગભગ 450 વર્ષ પહેલાં ફ્રાન્સિસી ભવિષ્યવેત્તા માઇકલ દિ નાસ્ત્રેદમસે આગાહી કરી હતી કે, 2014થી 2026 સુધીમાં એક એવો વ્યક્તિ આવશે. જે ભારતને ઊંચા સ્તરે લઈ જશે. નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી બિલકુલ સાચી પડી, કેમ કે ભારતને એક એવા PM 2014માં મળ્યા. જોકે આ ભવિષ્યવાણીમાં વધુ એક વાત જણાવાઈ છે કે, PM નરેન્દ્ર મોદી 2026 સુધી જ વડાપ્રધાન પદ પર રહેશે, તો જાણીએ આવું કેમ બનશે?

યાદ રાખો આમાં કોઈ નકારાત્મક વાત નથી. કોઈ પણ વ્યક્તિ વડાપ્રધાન બને છે તો તે વ્યક્તિને નિર્ધારિત સમય સુધી વડાપ્રધાન બનવાની તક આપવામાં આવે છે. એવો નિયમ બનાવાયો છે કે, કોઈપણ વ્યક્તિ 75 વર્ષ સુધી જ વડાપ્રધાન બની શકે છે. એવામાં અમે તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઊંમર 69 વર્ષની છે, તેથી તેઓ આગામી છ વર્ષમાં આ પદ પરથી નિવૃત્ત થઈ જશે.

એવામાં 2026 આવશે અને નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી સાચી પડશે. તમને જણાવી દઈએ કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા આ નિયમ બનાવાયો છે. જો કોઈપણ પ્રધાનમંત્રી 75 વર્ષથી વધુ ઉંમરના થાય તો તેમણે રાજીનામું આપવું પડે છે. નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીમાં મોટાભાગમાં કોઇ મોટા મહાયુદ્ધનો ઉલ્લેખ આવે છે. કહેવામાં આવે છે કે આ સ્થિતિ હાલથી વર્ષ 2025 સુધી પણ બની શકે છે. તેમાં એ પણ કહેવામાં આવ્યું છે કે આ મહાયુદ્ધમાં ભારત નિર્ણાયક અને શાંતિદૂતની ભૂમિકા ભજવશે અને વિશ્વને યુદ્ધની વિભીષકાથી ઉભરવામાં મદદ કરશે. આ દરમિયાન ભારત મહાગુરૂ તરીકે ઓળખાશે. આ ભવિષ્યવાણીમાં કોઇ મહાન નેતા દ્વારા વધુ સંકેત આપવામાં આવશે જે વિશ્વના પ્રિય નેતા હશે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…