કોરોના બાદ ભારતમાં વધ્યો છે ‘નિપાહ વાઈરસનો ખૌફ’- જાણો શું છે તેના લક્ષણો

602
Published on: 10:02 am, Mon, 6 September 21

કોરોનાનો કહેર હજુ ખતમ નથી થયો ત્યાં તો બીજો એક વાઈરસ ફેલાઈ રહ્યો છે. જાણો નિપાહ વાઈરસના લક્ષણો. નિષ્ણાંતો મુજબ, નિપાહ વાયરસ એક ખાસ વિસ્તારમાં જ હોય છે. એટલે કે મોટાભાગના વિસ્તાર સુધી મર્યાદિત રહે છે અને બિમાર દર્દીઓના સંપર્કમાં આવવાથી ફેલાય છે.

નિપાહ વાયરસ એક પ્રાણીઓ દ્વારા ફેલાતી બિમારી છે, એટલે કે જે પ્રાણીઓમાંથી માણસમાં ફેલાય છે. ડબ્લ્યુએચઓ મુજબ, બાંગ્લાદેશ અને ભારતમાં આ વાયરસ સામાન્ય રીતે ફળ અથવવા ફળના ઉત્પાદન જેમ કે કાચા ખજૂરના રસનું સેવન કરવાથી ફેલાય છે. આ એવા ફળો છે, જે ચામાચિડીયાના પેશાબ અને લાળથી દૂષિત થાય છે.

સંક્રમણનું સૌથી મોટું આ કારણ છે. આ વાયરસ ફક્ત એવા પ્રાણીઓ દ્વારા માણસમા પ્રવેશે છે, જેમાં કરોડરજ્જુ અને હાડપિંજર હોય છે. ડબ્લ્યુએચઓ મુજબ, સંક્રમિત લોકોમાં શરૂઆતમાં તાવ, માથાનો દુ:ખાવો, સ્નાયુઓમાં દુ:ખાવો, ઉલ્ટી અથવા ગળુ સુકાવુ જેવા લક્ષણો વિકસિત થાય છે. ત્યારબાદ ચક્કર આવવા અને એન્સેફલાઈટિસ પણ થઈ શકે છે.

અમુક લોકો અસામાન્ય નિમોનિયા અને ગંભીર શ્વસન સમસ્યાઓનો અનુભવ કરે છે. ગંભીર કેસોમાં એન્સેફલાઈટિસ થાય છે. ત્યારબાદ દર્દીઓ 24 થી 48 કલાકની અંદર કોમામાં જતા રહે છે. આ વાયરસ 4 થી 14 દિવસો સુધી સક્રિય રહે છે. આ ઉપરાંત વાયરસના એક માણસમાંથી બીજા માણસમાં ફેલાવવાના કેટલાંક કેસો સામે આવ્યાં છે.

પ્રથમ વખત મલેશિયામાં ડુક્કર પાળનારા ખેડૂતોમાં આ વાયરસના લક્ષણો જોવા મળ્યાં હતા. આ બિમારી પશ્ચિમ બંગાળના સિલીગુડ્ડીમાં 2001 અને 2007માં સામે આવી હતી. નિપાહ વાયરસ સંક્રમિત ડુક્કર અને ફળ ખાતા ચામાચિડીયા દ્વારા ફેલાય છે. લાળ, પેશાબ દ્વારા આ ફેલાય છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…