લોકડાઉનના ડરથી શહેરથી વતન જતાં મજુરોની બસે ખીણ પાસે ખાધી પલટી, ઘટના સ્થળે જ થયા એટલાં મોત

159
Published on: 5:25 am, Wed, 21 April 21

વર્ષ 2020માં થયેલા લોકડાઉન સમયે મજૂરોને પોતાના વતન જવા માટે કોઈ વાહનો મળતા ન હતા. તેથી તેઓ ભૂખમરાથી કંટાળીને પગપાળા જવા લાગ્યા હતા. તો આ કોરોનાની બીજી લહે આવતાં લોકડાઉનના ડરથી મજૂરો હાલ પોતાના વતનમાં પાછા ફરી રહ્યાં છે અને ત્યાં જઈને કઈક કરી ત્રણ સમયના રોટલાં મળશે તેવું વિચારી ને જઈ રહ્યાં છે. દિલ્હીથી ટિકમગઢ જઈ રહેલી મુસાફરોથી ભરેલી એક બસ અનિયંત્રિત થઈને જોરાસી ખીણની પાસે પલટી ખાઈ ગઈ.

આ અકસ્માતમાં 12 જેટલા લોકો ઘાયલ થયા છે તો 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જેમને ગ્વાલિયર જેએચમાં ભરતી કરવામાં આવ્યા છે. સાથે જ બે વ્યક્તિઓના મોત થઈ ગયા છે. આ તમામ મજૂરો હતા, જેઓ લોકડાઉનના ડરના કારણે પલાયન કરીને છતરપુર અને ટીકમગઢ જિલ્લામાં પોતાના ઘરે જઇ રહ્યા હતા. જાણકારી પ્રમાણે ઘટના મંગળવાર સવારે 9:00 વાગ્યાની આસપાસ જોરાસી ખીણ પાસે બની.

ડ્રાઇવરે ગાડીને ઝડપથી ચલાવતા ડિવાડરથી ટક્કર મારી દીધી જેના કારણે તે અનિયંત્રિત થઈને પલટી ગઈ. અકસ્માત બાદ ચીસાચીસ મચી ગઈ અને જેમતેમ મજૂરો બસથી બહાર નીકળ્યા. ઘટનાની જાણકારી લાગતા જ તાત્કાલિક બિલૌઆ પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી.

અને ઘાયલોને બસમાંથી નીકાળવામાં આવ્યા. ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોચી. તાત્કાલિક ક્રેનની સહાયતાથી બસને ઉઠાવવામાં આવી અને મજૂરોને નીકાળવામાં આવ્યા. અકસ્માતમાં 2 મજૂરોના મોત થયા,

જ્યારે 8 ગંભીર રીતે ઘાયલ થયા છે જેમને પ્રાથમિક સારવાર માટે ગ્વાલિયરમાં ભરતી કરવામાં આવ્યા છે. બાકીના ઘણા મજુરો થોડા-ઘણા ઘાયલ થયા છે. અને તેઓને સારવાર આપવામાં આવી રહી છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…