જાણો કળયુગના અંત સાથે જોડાયેલી અત્યંત રહસ્યમય વાતો

177
Published on: 10:37 am, Wed, 31 March 21

મિત્રો, તમે બધાએ કળયુગને લઈને ઘણી બધી વાતો જાણી અને સાંભળી હશે. તો આજે આપણે કળયુગના રહસ્યો વિશે જાણીશું. જે ઘણાં ધર્મ ગ્રંથોમાં વર્ણન કરેલું છે. ધર્મ ગ્રંથો અનુસાર, જ્યારે જ્યારે ધર્મની હાર અને અધર્મની જીત થાય છે, ત્યારે ભગવાન અવતાર લઈને અધર્મનો અંત કરવા આવે છે. હિન્દુ ધર્મમાં આ સંદેશના સાથે જુદા-જુદા યુગોમાં જગતને દુ:ખ અને ભયથી મુક્ત કરનારા ઈશ્વરના ઘણાં અવતારોના પૌરાણિક પ્રસંગ છે.

વાસ્તવમાં, તેમાં સત્ય અને સારા કામને અપનાવવાના પણ ઘણાં પાઠ છે. સાથે જ તેમના હેઠળ યુગનો બદલાવ સાથે પ્રાણીઓના કર્મ, વિચાર તેમજ વ્યવહારમાં અધર્મ અને પાપકર્મોમાં વધાવાના પણ સંકેત આપવામાં આવ્યાં છે. બ્રહ્મવૈવર્ત પુરાણમાં કળિયુગના વિશે ઘણું બધું જણાવવામાં આવ્યું છે, તેમજ અત્યારે કળિયુગ ચાલી રહ્યો છે, અને દ્વાપરયુગ સમાપ્ત બાદ કુલ 5000 વર્ષ વિતી ગયાં છે.

અધર્મ ફેલવવાનું શરૂ થઈ ગયું છે, આવા સમયે હવે મનુષ્યએ એક-બીજા પર વિશ્વાસ કરવાનું જ બંધ કરી દીધું છે. ધર્મ ગ્રંથોના અનુસાર, કળિયુગમાં એવો સમય પણ આવશે જ્યારે માણસનું આયુષ્ય ઓછું થઈ જશે, યુવાવસ્થા સમાપ્ત થઈ જશે. આગામી સમયમાં 20ની ઉંમરમાં જ વૃદ્ધાપણુ આવી જશે. ગ્રંથોમાં પૃથ્વીના પ્રારંભથી અંત સુધી કાળના ચાર યુગો એટલે સતયુગ, ત્રૈતાયુગ, દ્વાપરયુગ તેમજ કળિયુગમાં વહેચવામાં આવ્યું છે.

કળિયુગમાં 16 વર્ષના આયુષ્યમાં જ લોકોના વાળ સફેદ થઈ જશે અને તે 20 વર્ષની ઉંમરમાં જ વૃદ્ધ જેવા દેખાવા લાગશે. યુવાવસ્થા ખતમ થઈ જશે. આ વાતની સાચી અનુભૂતિ થાય છે, કારણ કે પ્રાચીન કાળમાં માણસની સરેરાશ ઉંમર લગભગ 10 વર્ષ રહેતી હતી. તે કાળમાં 100 વર્ષથી વધું જીવનારા લોકો હતાં, પરંતુ આજના સમયમાં માણસની સરેરાશ આયુષ્ય ખૂબ ઓછી 60 થી 70 વર્ષ થઈ ગઈ છે.

ભવિષ્યમાં પણ મનુષ્યની સરેરાશ ઉંમરમાં અભાવ આવવાની સંભાવનાઓ ખૂબ વધું છે, કારણ કે કુદરતી વાતાવરણ સતત ખરાબ થઈ રહ્યું છે. જૂના જમાનામાં લાંબી ઉંમર થતી પછી જ વાળ સફેદ થતા હતાં, પરંતુ આજના સમયમાં યુવા અવસ્થામાં જ સ્ત્રી અને પુરૂષ બંનેના વાળ સફેદ થવા લાગ્યાં છે. ભગવાન નારાયણએ સ્વયં નારદને જણાવ્યું છે કે કળિયુગમાં એક સમય એવો આવશે જ્યારે બધાં પુરૂષ સ્ત્રીઓ હેઠળ જીવન વિતાવશે. તમામ ઘરમાં પત્ની જ પતિ પર રાજ કરશે.

પતિઓને નિંદા સાંભળવી પડશે, પુરૂષોની હાલત નોકરો સમાન થઈ જશે. કળિયુગના પાંચ હજાર વર્ષ બાદ ગંગા નદી સુકાય જશે અને પુન: વૈકુંઠ ધામ પરત જતી રહેશે. જ્યારે કળિયુગના દસ હજાર વર્ષ આવી જશે ત્યારે તમામ દેવી-દેવતા પૃથ્વી છોડીને સ્વયંના ધામે પરત ફરશે. મનુષ્ય પૂજન-કર્મ, વ્રત-ઉપવાસ અને બધાં જ ધાર્મિક કામ કરવાનું બંધ કરી દેશે.

યુગના અંતમાં આવો આવશે પ્રલય
કળયુગમાં અંતિમ સમયમાં ખૂબ મોટી ધારાથી સતત વરસાદ પડશે, જેથી ચારેય બાજુ પાણી જ પાણી થઈ જશે. સમગ્ર પૃથ્વી પર જળ થઈ જશે અને પ્રાણીઓનો અંત થઈ જશે. જે પછી 1,70,000 વર્ષોના સંધિકાળ ( એક યુગનો અંત અને બીજા યુગનો પ્રારંભના વચ્ચેના સમયને સંધિકાળ કહેવાય છે) સંધિકાળના અંતિમ ચરણાં એક-સાથે બાર સૂર્ય ઉદય થશે અને તેમના તેજથી પૃથ્વી સુકાય જશે અને પુન:સત્યયુગનો પ્રારંભ થશે.

અન્ન અને ફળ નહી મળે
એક સમય એવો આવશે, જ્યારે જમીનથી અન્ન ઉપજ બંધ થઈ જશે. વૃક્ષ પર ફળ નહીં થાય. ધીમે-ધીમે બધી જ વસ્તુ લુપ્ત થઈ જશે. ગાય દૂધ આપતી બંધ કરી દેશે. કળિયુગમાં સમાજ હિંસક બની જશે. જે લોકો બળવાન બનશે તેનું જ રાજ ચાલશે. માનવતા નષ્ટ થઈ જશે. સંબંધ ખતમ થઈ જશે. એક ભાઈ બીજા ભાઈનો જ શત્રુ બની જશે.

કલ્કિ અવતાર કરશે અધર્મિઓનો વિશાન
કળિયુગના અંતિમ કાળામાં ભગવાન વિષ્ણુનો કલ્કિ અવતાર હશે. આ અવતાર વિષ્ણુયશા સ્વરૂપ ધારણ કરીને બ્રાહ્મણના ઘરે જન્મ લેશે. ભગવાન કલ્કિ તમામ અધર્મિઓનો નાશ કરશે. ભગવાન કલ્કિ ફક્ત ત્રણ દિવસમાં પૃથ્વીથી બધાં અધર્મિઓનો નાશ કરી દેશે અને ઘણાં વર્ષો સુધી વિશ્વ પર શાસન કરી ધર્મની સ્થાપના કરશે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…