ટીવી સીરીઅલ જેવી ઘટના: વર્ષો સુધી ગૂમ રહેલો યુવાન ઘરે આવ્યો ત્યારે પત્નીએ કરી લીધા હતા બીજા લગ્ન અને પછી

263
Published on: 4:26 am, Sun, 16 May 21

આજે આ સમાચારમાં આપણે એક ટીવી સીરીઅલ જેવી ઘટના વિશે જાણીશું, જે વાંચીને તમે પણ ચોંકી જશો. વરાછા વિસ્તારમાં રહેતો એક યુવક વર્ષો સુધી પત્ની અને બાળકોને છોડીને ગુમ જેવી પરિસ્થિતિમાં રહેલો યુવાન જ્યારે પરત આવ્યો ત્યારે પત્નીએ કોર્ટમાંથી મંજૂરી લઇ

બીજા લગ્ન કરી લીધાનું જાણ્યા બાદ તેને પરત પામવા માટે મોટા વરાછામાં રહેતા સાળાને ત્યાં વારંવાર ઇન્કવાયરી માટે જતાં યુવાને સાળાની પત્નીનો હાથ પકડી લઇ છેડતી કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે વરાછા વિસ્તારમાં રહેતો શશીકાંત શિરોયા ગતરોજ મોટા વરાછામાં રહેતા યુવાનને ત્યાં પહોંચ્યો હતો.

મોટા વરાછામાં રહેતા આ યુવાનની બહેન સાથે શશીકાંતના લગ્ન થયા હતા, પરંતુ વચ્ચેના કેટલાંક વર્ષો દરમિયાન શશીકાંત ગુમ જેવી સ્થિતિમાં જતો રહ્યો હોઇ આ યુવાનની બહેને બીજા લગ્ન કરી લીધા હતા. પત્નીના બીજા લગ્ન જોકે શશીકાંત જીરવી શક્યો ન હતો.

અને વારંવાર તેને મળવા માટે તેના ભાઇના ઘરે આવતો હતો. વારંવાર પૂર્વ પત્ની વિશે પૂછપરછ કરતાં શશીકાંતે ગતરોજ સાળાની પત્નીનો હાથ પકડી લેતાં આ પરિવારે કંટ્રોલ રૂમમાં ફોન કરી અમરોલી પોલીસને બોલાવી હતી. પોલીસે આ મહિલાની ફરિયાદને આધારે નણદોઇ વિરુદ્ધ છેડતીનો ગુનો નોંધ્યો હતો. આ મામલા પર પોલીસે વધુ તપાસ હાથ ધારી છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…