અરણેજવાળી માં બુટ ભવાની આજે પણ પૂરે છે સત્તના પરચા, જાણો તેના રહસ્યમય ચમત્કારો વિશે

249
Published on: 11:09 am, Thu, 26 August 21

ભારતમાં ઘણાં દેવી-દેવતાઓના મંદિર આવેલા છે. લોકો માતાજીની પૂરી શ્રદ્ધાથી પૂજા કરે છે. ગુજરાતમા માતાજીના ઘણા બધા વિશાળ મંદિરો આવેલા છે. દરેક મંદિર સાથે રસપ્રદ વાતો સંકળાયેલી છે. અરણેજ ધામની પાવન ધરા પર શ્રી બુટભવાની માં બિરાજમાન છે. અરણેજ ધામ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે. આ પાવન ધામ ધોળકાથી માત્ર 25 કિલોમીટરના અંતરે આવેલું છે.

દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અહીં માતાના દર્શન કરવા માટે આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે. અરણેજ ધામ બુટ ભવાની માતાનું મંદિર સુંદર, રમણીય અને પ્રાચીન છે. ઇતિહાસકારોના જણાવ્યા અનુસાર બુટ ભવાની માતા ચારણ કુળમાં પ્રગટ થયા હતા. સૌરાષ્ટ્રમાં ગીર પંથકના નેસડાના રહેવાસી બાપલદેથા ચારણ કુટુંબના હતા. તેઓ હિંગળાજ માતાજીના પરમ ભક્ત હતા.

બાપલદેથા ચારણ અને આઈશ્રી દેવળબાને બુટ ભવાની, બલાડ, બેચરા, ખેતું, બાલવી, મેણસરી અને વિરુબાઈ નામની સાત દીકરીઓ હતી. બુટ ભવાની માતા કેટલીક જ્ઞાતિના કુળદેવી તરીકે પૂજાય છે. એકવાર હિંગળાજ માતાએ બાપલદેથાની પરીક્ષા લેવાનું નક્કી કર્યું અને ગાયનું સ્વરૂપ ધારણ કરી સિંહના આક્રમણની ઘટના ઉભી કરી. આ ઘટના જોઈ બાપલદેથા ગાયને બચાવવા પોતાના જીવન જોખમે ઉતરી પડ્યા. થોડીવારમાં ગાય અને સિંહ અદ્રશ્ય થઈ ગયા અને માતા સ્વયં પ્રગટ થયા.

માતાએ બાપલદેથાને વરદાન માંગવા કહ્યું. ત્યારે તેમણે માં પાસે શેર માટીની ખોટ પૂરી કરવા માંગણી કરી. માતાએ પોતાના ભક્ત પર આશીર્વાદ વરસાવ્યા અને બાપલદેથાને ત્યાં અષાઢ સુદ બીજે સાક્ષાત માં જગદંબા એ અવતાર ધારણ કર્યો. ખાસ વાત એ છે કે હિંગળાજ માતાએ કહ્યું હતું કે આજથી 9 મહિના બાદ તારા ઘટે દીકરીનો જન્મ થશે અને તેના કાનની બંને બુટ વિંધાયેલી હોય તો માનજે કે હું પોતે અવતાર ધારણ કરીને આવી છું.

નિશાની મુજબ માતા અવતર્યા તેથી જગદંબા બુટભવાની તરીકે ઓળખાયા. માતાજીના પરચાની વાત કરીએ તો માં એ સાક્ષાત પરચાઓ આપેલા છે. આજથી લગભગ 250 વર્ષ પહેલાં સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ તાલુકાના સાપકડા ગામે માતા સ્વયં પ્રગટ થયેલા. આ સમયે જગદંબા બુટ ભવાની માતાનો ઉપાસક મેરિયો ભુવો થઈ ગયો હતો.

તે તન, મન અને ધનથી માતાની પૂજા કરતો હતો. તેની ઈચ્છા હતી કે માં તેની સામે સ્વયં પ્રગટ થાય અને તેની સાથે વાતો કરે. માતા મેરિયા સાથે પડદે વાતો કરતા હતા. માતાએ મેરિયાને ના પાડતા કહ્યું કે દીકરા હું તારી સામે પ્રગટ થઈશ તો તું મને ઓળખી નહી શકે. પરંતુ તે માતાની વાત માનવા માટે તૈયાર ન હતો. તેથી માતાએ કહ્યું કે સારું હું તારી સામે સ્વયં પ્રગટ થઈશ.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…