ચંદ્રદેવની આ એક ભૂલને કારણે થઈ હતી સૌપ્રથમ જ્યોતિલિંગ સોમનાથની સ્થાપના -જાણો તેની રહસ્યમય કથા

157
Published on: 7:42 am, Thu, 6 May 21

ભગવાન શિવની કુલ 12 જ્યોતિર્લીંગ વિશે તો તમે જાણતા જ હશો. તમામ જ્યોતિર્લિંગ ભારત ના વિવિધ વિસ્તારમાં સ્થાપિત કરવામાં આવ્યા છે. શિવપુરાણમાં પણ કુલ 12 જ્યોતિર્લિંગનો મહિમા જણાવવામાં આવ્યો છે. હિંદુ ધર્મમાં સોમનાથનું એક અલગ જ સ્થાન રહેલું છે. સોમનાથ મંદિરને 12 જ્યોતિલિંગમાંનું સૌપ્રથમ સ્થાન પ્રાપ્ત છે. આટલું જ નહીં પણ એવું કહેવામાં આવે છે કે, મહાદેવજી કોઈપણ ભક્તને ખાલી હાથે પાછાં જવાં ડેટા નથી.

સૌપ્રથમ તો જાણવું ખુબ જરૂરી છે કે, આ જ્યોતિલિંગ એટલે શું ? જ્યોતિલિંગ એટલે જ્યોતિનું બિંદુ. ભગવાન શંકર આ પૃથ્વી પર 12 સ્થળો પર સ્વયંભૂ પ્રગટ થયાં છે. આ 12 સ્થળોને જ્યોતિલિંગની સંજ્ઞા આપવામાં આવી છે. જેમાં સોમનાથ, નાગેશ્વર, મહાકાલેશ્વર, મલ્લિકાર્જુન, ભીમશંકર, ઓમકારેશ્વર, કેદારનાથ, કાશી વિશ્વનાથ, ત્ર્યંબકેશ્વર, ધૃષ્ણેશ્વર, રામેશ્વર, બૈજનાથનો સમાવેશ થાય છે. પુરાણોમાં જણાવ્યા પ્રમાણે પ્રજાપતિ દક્ષને કુલ 27 દીકરીઓ હતી. પોતાની બધી જ પુત્રીઓનાં વિવાહ ચંદ્રદેવ સાથે કરાવવામાં આવ્યા હતાં.

બધી જ પુત્રીઓ ચંદ્રદેવ જેવા સૌંદર્યવાન યુવાનની સાથે વિવાહ કરવા માટે ખૂબ ખુશ હતી. વિવાહના થોડા સમય પછી પુત્રીઓ પિતા દક્ષને ફરિયાદ કરતાં જણાવે છે કે, પતિ ચંદ્રદેવ કુલ 27 પત્નીઓમાંથી રોહીણીને વધુ પ્રેમ કરે છે તેમજ બીજી પત્નીઓની અવગણના કરે છે. પિતા દક્ષ પુત્રીઓની વ્યથા સાંભળીને જમાઈ ચંદ્રદેવને મળવા માટે પહોંચી જાય છે. ચંદ્રદેવને વિનમ્રતાથી વાત કરે છે કે,

ચંદ્રદેવ આપનો ઉછેર અતિ ગુણવાન તથા પવીત્ર કુળમાં થયો છે એમ છતાં આપ પત્નીઓની સાથે શા માટે ભેદભાવ રાખી રહ્યાં છો ? આપના આવા વ્યવહારથી મારી પુત્રીઓ ખૂબ દુઃખી છે. તમારે આવો વ્યવહાર કરવો જોઈએ નહિ. આવો મીઠો ઠપકો આપીને રાજા દક્ષ પરત ફર્યા હતાં. પોતાના સસરાએ સમજાવ્યા છતાં ચંદ્રદેવના વર્તનમાં બદલાવ ન આવતાં પ્રજાપતિ દક્ષ ખૂબ ક્રોધિત થયા હતાં. એમના મુખમાંથી શ્રાપ નીકળી ગયો હતો કે, મારા આગ્રહ કરવા છતાં તમે મારી વાતની અવગણના કરીને જાઓ તમને ક્ષય રોગ થશે.

“પ્રજાપતિ દક્ષના કઠોર શ્રાપને પરિણામે ચંદ્રદેવનું શરીર ક્ષયગ્રસ્ત થઈ ગયું હતું. પૃથ્વીલોકમાં વાયુવેગે સમાચાર પ્રસરી જતાં સમગ્ર પૃથ્વીલોકમાં હાહાકાર મચી ગયો હતો. આ સમસ્યાનો ઉપાય મેળવવા માટે સમગ્ર દેવગણ જગતપતિ બ્રહ્માજી પાસે જઈને ચંદ્રદેવને આ શ્રાપમાંથી મુક્તિ અપાવવા માટેનો ઉપાય જણાવવા માટેની વિનંતી કરી રહ્યાં હતાં. બ્રહ્માજી બોલ્યા હતાં કે, પ્રજાપતિ દક્ષના મુખેથી જે શ્રાપ નીકળ્યો છે એને ભોગવવો પડશે પરંતુ એક ઉપાય છે કે, જો ચંદ્રદેવ કલ્યાણકારી પ્રભાસ ક્ષેત્રમાં જઇ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરીને ભગવાન શિવની સ્તુતિ કરે તો ભગવાન શિવ ચંદ્રદેવને ક્ષય રોગમાંથી મુક્તિ આપશે.

બ્રહ્માજીની આજ્ઞાથી દેવગણ ચંદ્રદેવની સાથે પ્રભાસ ક્ષેત્રમાં પહોંચી જાય છે. ભગવાન શિવની સ્તુતિ તથા મહામૃત્યુંજય મંત્રનો જાપ કરીને કઠોર તપસ્યા કરે છે.સતત 6 મહિનાથી ચંદ્રદેવ તપસ્યા કરે છે. અણી સાથે જ 10 કરોડ મંત્રનો જાપ કરે છે. ચંદ્રદેવની કઠોર તપસ્યાથી ભગવાન શિવ પ્રસન્ન થઈને વરદાન માંગવા માટે જણાવે છે. ચંદ્રદેવ બે હાથ જોડી ભગવાન શિવને  પ્રાથના કરે છે કે, પોતાના સસરાની સલાહ ન માનતાં તેમને શ્રાપ આપવામાં આવ્યો તે દિવસે દિવસે ગળતો જશે. જેને લીધે દરરોજ તેજ ઓછું થતું ગયું હતું. દક્ષ પ્રજાપતિની નારાજગીના ડરથી કોઇ તેમની મદદ કરવાં માટે આવ્યું ન હતું.

આવું સાંભળીને શિવજીએ ચંદ્રને પોતાની જટામાં મૂકી દીધા હતાં કે, જ્યાં દક્ષનો શ્રાપ ચાલશે નહિ. આ રીતે શિવરાત્રીએ અર્ધચંદ્ર આપણે જોઇએ છીએ હકીકતમાં શિવજીની કૃપાનું પરિણામ છે. કારણ કે, તેમણે ચંદ્રને તદ્દન વિલય થતો બચાવ્યો હતો. ભગવાન શિવ એ વરદાન આપ્યું હતું કે, ચંદ્રદેવ તમારી કળા પ્રથમ પક્ષમાં વધારો થતો જશે જયારે બીજા પક્ષમાં ઘટાડો થઈ જશે. ચંદ્રદેવની કઠોર તપસ્યાને કારણે ભગવાન શિવ ત્યાં જ લિંગ સ્વરૂપે સ્થાપીત થયા હતાં. દેવગણો દ્વારા યજ્ઞ તેમજ મંત્રોચ્ચાર કરીને ભગવાન શિવની લિંગ સ્વરૂપે સ્થાપના કરવામાં આવી હતી.આમ, આ ક્ષેત્રને ચંદ્રદેવ ના નામ સોમ પરથી સોમનાથ નામ આપવામાં આવ્યું હતું.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…