ઈંડા વગરની વેજ આમલેટ- ગમે ત્યાં માત્ર દસ મીનીટમાં જ થશે તૈયાર

232
Published on: 9:40 am, Fri, 4 June 21

બહાર ફરવા ગયા છો કે વાડીએ પ્રોગ્રામ કરવો છે? તો આજે તમને એકલા હાથે માત્ર ૧ મીનીટમાં બની જતી ઈંડા વગરની વેજ આમલેટની રેસીપી અમે તમને શીખવીશું જે કદાચ તમારું ભૂખ્યું પેટ અને જીભ ખુબ પસંદ કરશે. તો આવો જાણીએ શું સામગ્રી જોઇશે અને કેટલી જોઈસે.

સામગ્રી– – 100 ગ્રામ રવા-મેંદાનો લોટ, – 1 ચમચી બ્રેડ ટુકડા(ભૂકો), તેલ, પાણી – જરૂરીયાત અનુસાર

મસાલા: – અડધી ચમચી લાલ મરચું પાવડર, – થોડી હળદર, – અડધો ચમચી ગરમ મસાલા, – સ્વાદ પ્રમાણે મીઠું

શાકભાજી: 1 ચમચી લસણની પેસ્ટ, – 50 ગ્રામ ડુંગળી (કટિંગ કરેલા), – લીલા મરચાં (કટિંગ કરેલા), – 20 ગ્રામ કેપ્સિકમ (કટિંગ કરેલા), કોથમીર (કટિંગ કરેલા)

બનાવવાની રીત:
શાકાહારી ઓમેલેટ બનાવવા માટે, પહેલા વાસણમાં રવા-મેંદાનો લોટ, બ્રેડક્રમ્સ અને મીઠું મિક્સ કરો. હવે આ મિશ્રણમાં થોડું પાણી ઉમેરીને પીઠ તૈયાર કરો. આ મિશ્રણને 30 મિનિટ સુધી આ રીતે રાખો. આ પછી લસણ, લાલ મરચું પાવડર, લીલું મરચું અને હળદર નાંખો અને બરાબર મિક્સ કરીલો.

હવે એક કડાઈ ગરમ કરો અને પેનમાં થોડુ તૈયાર થયેલું મિશ્રણ નાંખો. તેની ઉપર ડુંગળી, કેપ્સિકમ અને કોથમીર નાંખો, ત્યારબાદ ધાર પર થોડું તેલ રેડવું. હવે તેને ઢાંકીને થોડી વાર ધીમા તાપે રાંધો ત્યારબાદ તેને બીજી બાજુ પલટાવી દો. ફ્રાય ઓમેલેટ તૈયાર છે. તેને ગ્રીન ચટણી કે સોસ સાથે પીરસો.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…