સાવધાન! રાજકોટમાં શરૂઆતમાં જ મ્યુકરમાઇકોસીસના આવ્યા એટલા કેસ કે જાણીને તમને…

208
Published on: 5:29 am, Thu, 13 May 21

રાજ્યમાં કોરોના કેસો બાદ મ્યુકરમાઇકોસીસ કેસો સતત વધારો થતા ચિંતાનો વિષય બન્યો છે. અમદાવાદ સિવિલમાં બે દિવસ પહેલા સુધી મ્યુકર માઈકોસિસના 105 દર્દીઓ દાખલ હતા. ત્યારબાદ વધુ 86 કેસ નોંધાયા છે. જેના કારણે સિવિલમાં વધુ બે વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે. અમદાવાદની સાથે વડોદરા, રાજકોટ, સુરત.

ગાંધનીગર સહિતના શહેરોમાં પણ મ્યૂકર માઈકોસિસના કેસો જોવા મળી રહ્યા છે. રાજકોટમાં હવે કોરોનાના કેસમા ઉતરોતર ઘટાડો થઈ રહ્યો છે પરંતુ આજે ઓલ ઈન્ડિયા મેડીકલ ઈન્સ્ટીટયૂટ, આરોગ્ય વિભાગ સાથે રાજકોટ સિવિલના અધિક્ષકની હાઈ લેવલ વર્ચ્યુઅલ મિટીંગમાં ઘટસ્ફોટ થયો છે.

આખા ગુજરાતમાં રાજકોટમાં મ્યૂકર માયકોસીસના કેસ સૌથી વધું છે. રાજકોટ સિવીલ સર્જન ડો. આર.એસ. ત્રિવેદીએ કહ્યું કે, સિવીલમા રાજકોટ ખાતે 200થી વધું દર્દી નોંધાઈ ચૂક્યા છે, જે અમદાવાદ, વડોદરા, સુરત કરતા વધું છે, દર્દીઓની વધતી સંખ્યાને જોતા સિવીલમા 500 બેડની વ્યવસ્થા કરવા પોસ્ટ કોવિડ દર્દીઓને કેન્સર હોસ્પિટલમાં

જ્યારે ત્યાના દર્દીઓને સમરસમાં ખસેડવાનું વિચારવામા આવ્યું છે. મ્યૂકર માયકોસીસના રોગમા દર્દીઓને દોઢ મહિનો હોસ્પિટલમાં રાખવા પડે છે. આ માટે અમે ટ્રોમા અને ઓપીડી બિલ્ડિંગ તેના માટે અનામત રાખવા પડશે. અહી પૂરા સૌરાષ્ટ્ર ઉપરાંત વડોદરા, અમદાવાદથી પણ દર્દીઓ આવે છે.

મ્યૂકર માયકોસીસ માટે સ્ટીરોઈડ અને ડાયાબિટીસ મુખ્ય કારણ હોવાનું તારણ મિટીંગમા દર્શાવાયુ હતુ. એમ્સના ડો. ગુલેરીયાએ રાજકોટમા વધતા કેસ અંગે ચિંતા દર્શાવવાની સાથે સિવિલ સર્જનને તેમણે અત્યાર સુધી લીધેલા પગલા બદલ આગામી સમયમાં રોલ મોડલ બનવા જણાવ્યું હતું. રાજકોટમાં કોરોનાના દર્દીઓ રેમડેસીવીર માટે રઝળતા હતા એવી જ સ્થિતિ હવે મ્યૂકરના ઈન્જેક્શન માટે થઈ રહી છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…