હજીરામાં ઓવેરટેક કરવા જતા ડમ્પર ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત

165
Published on: 5:02 am, Fri, 23 April 21

અવાર-નવાર અકસ્માતના કિસ્સાઓ સાંભળવા મળ્યા જ કરે છે, તો આજે આ સમાચારમાં પાછા અકસ્માતની ઘટના બની છે. હજીરાના અદાણી પોર્ટમાં કોલસો યાર્ડ પાસે કોલસો ખાલી કરી નીકળેલા બે ડમ્પરોના ચાલકો વચ્ચે ઓવરટેક કરવા જતા ડમ્પરના ચાલકે નીચે ઉતરી બીજા ડમ્પરના ચાલકને દરવાજો ખોલી નીચે ઉતરવા કહ્યું હતું.

છતાં ડમ્પરના ચાલકે ગાડી ચાલુ કરી ત્યાંથી નીકળવા જતા નીચે ઊભેલો ચાલક બે ડમ્પરોની વચ્ચે દબાઈ જતા તેનું મોત થયું હતું. પોલીસથી મળેલી માહિતી મુજબ હજીરા પોર્ટથી ડમ્પર લઇને નીકળેલા પપ્પુ યાદવ અને આરોપી ભાભીખાન અર્જુનસિંગ વચ્ચે ઓવરટેકના લઇને માથાકુટ થઇ હતી. જેમાં એક જગ્યાએ પપ્પુ યાદવે ડમ્પર સાઇટ પર ઉભું રાખીને ભાભીખાનને પણ ઉભો રાખ્યો હતો.

પપ્પુએ ભાભીખાનને ડમ્પરથી નીચે ઉતરવા કહ્યું હતું પરંતુ તેની વાત સાંભળ્યા વિના જ ભાભીખાને ડમ્પર આગળ લઇ જતા પપ્પુ બે ડમ્પર વચ્ચે દબાઇ ગયો હતો. પપ્પુને ગંભીર ઇજા થતાં ખાનગી હોસ્પિટલ લઇ જવાયો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…