‘ગુલાબ વાવાઝોડાં’ ના કારણે ગુજરાતના માથે આજથી પાંચ દિવસ રહેશે અતિભારે- આ મોટા શહેરોમાં મેઘરાજા મચાવશે તાંડવ 

2705
Published on: 5:07 pm, Mon, 27 September 21

ગુલાબ વાવાઝોડુ આવતાં આંધ્રપ્રદેશમાં અને ગુજરાતમાં તબાહી મચી ગઈ. ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે અને ભારે નુકશાન થયા છે. સાઇક્લોનિક સર્ક્યુલેશનને લીધે રાજ્યમાં આજથી 5 દિવસ અતિભારે વરસાદની આગાહી કરાઇ છે, ગુલાબ વાવાઝોડું નબળું પડતા તેના અસરના ભારે રૂપે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે,

અમદાવાદ અને ગાંધીનગરમાં મુશળધાર વરસાદ શરૂ થયો છે. વરસાદને કારણે નોકરીએ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ઠેર ઠેર પાણી ભરાઈ જવાને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. તો રાજ્યના મોટા શહેરો અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં પણ વરસાદની આગાહી કરાઈ છે, આ તરફ વાવાઝોડાની અસરના કારણે, સુરત, ભરૂચ, વલસાડમાં અતિભારે વરસાદ પડી શકે છે,

તો જામનગર, પોરબંદર, ગીર સોમનાથ સહિતના પથંકમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. બીજી તરફ અમદાવાદમાં રાજપથ ક્લબની પાછળના રોડ પર પણ પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

શહેરમાં વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાતા AMCની પ્રી-મોન્સૂન કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ તરફ બોડકદેવ માનસી ચાર રસ્તા, હેલ્મેટ સર્કલ, નહેરુનગર, બોપલ, શ્મામલ ચાર રસ્તામાં વરસાદને કારણે રોડ રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

ગુલાબ વાવાઝોડાને પગલે સર્જાયેલા સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસરથી ગુજરાતમાં ફરી વરસાદની શક્યાતા સેવાઈ રહી છે, તેની અસરના ભાગ રૂપે આજે સવારથી વરસાદ પડી રહ્યો છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…