સાસરે જતી દીકરીને કન્યાદાનમાં અથવા ભેટમાં ન આપશો આ એક વસ્તુ, નહીંતર

151
Published on: 8:34 am, Sat, 13 March 21

હાલમાં લગ્ન સમય ચાલી રહ્યો છે પરંતુ કોરોના કાળ હોવાથી ટૂંકમાં લગ્ન પુરા કરવાનો રાજય સરકારનો આદેશ છે. આ સાથે આજે અમે તમને એક વાત જણાવીશું કે જો તમારી દીકરીના લગ્ન હોય તો તેને કન્યાદાન અથવા ભેટમાં ક્યારેય પણ આ વસ્તુ ન આપતા નહિ તો…દીકરીના લગ્ન માતા-પિતા માટે જીવનનો સૌથી મોટો અને કપરો પ્રસંગ હોય છે. કારણ કે કાળજાના કટકાની જેમ ઉછેરેલી દીકરીને કન્યાદાન કરી અન્યને સોંપી દેવાનો આ અવસર હોય છે.

એટલા માટે જ આ પ્રસંગને યાદગાર બનાવવા માટે માતા-પિતા કોઈ કચાસ રાખતાં નથી. લગ્નની તૈયારીઓ કરવાની સાથે દીકરીને સાથે આપવાની વસ્તુઓની ખરીદી મહિનાઓ અગાઉથી દરેક ઘરમાં શરૂ થઈ જાય છે. માતા-પિતા તેમજ પરિવારના અન્ય સભ્યો દીકરીને લગ્નમાં કપડા, સોના-ચાંદીના ઘરેણા ઉપરાંત અનેક પ્રકારની ભેટ આપતાં હોય છે.

પરંતુ શું તમે જાણો છો કે દીકરીને લગ્ન સમયે તેમજ પછી પણ કેટલીક વસ્તુઓ ભેટ તરીકે ન આપવી જોઈએ ? ન જાણતાં હોય તો આજે જાણો કે એવી કઈ ભેટ છે જે દીકરીને ભેટ તરીકે ન આપવી જોઈએ. શાસ્ત્રોનુસાર ઘરમાંથી વિદાય થતી દીકરીને ક્યારેય ગણેશજીની પ્રતિકૃતિ ભેટમાં ન આપવી જોઈએ. આમ કરવાથી ઘરમાંથી ગણેશજી સાથે લક્ષ્મીજી પણ વિદાય થઈ જાય છે.

દીકરીને સાસરે વળાવતી વખતે અન્ય શુભ વસ્તુઓ ભેટ તરીકે ચોક્કસથી આપવી પરંતુ જ્યારે તે પિયરથી સાસરે જતી હોય ત્યારે તેને ગણેશજી ભેટમાં ન આપવા. વર્તમાન સમયમાં શુભ અવસર પર ગણેશજીની મૂર્તિ કે છબી ભેટ તરીકે આપવાનું ચલણ વધ્યું છે.

પરંતુ આ ભેટ એવી છે જે સાસરે જતી દીકરીને ન આપવી જોઈએ. આમ કરવાથી દીકરીના પિતાના ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે. હિંદૂ ધર્મ અનુસાર દીકરી ઘરની લક્ષ્મી ગણાય છે અને ગણેશજી શુભતાનું પ્રતિક છે તેઓ દરેક વિધ્નને દૂર કરે છે પરંતુ જો ઘરની લક્ષ્મી એટલે કે દીકરીને સાસરે વિદાય કરતી વખતે તેના હાથમાં ગણેશજી સોંપવામાં આવે તો ઘરની સમૃદ્ધિ પણ તેની સાથે જતી રહે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…