કિન્નરોને આ બે વસ્તુ દાનમાં આપવાથી રાતોરાત બની જશો માલામાલ અને તમામ સંકટોથી મળશે મુક્તિ

220
Published on: 6:24 am, Thu, 1 July 21

જ્યારે ગ્રહ કુંડળીમાં નબળો હોય કે નપુંસક(કિન્નર) જન્મ લે છે. આપણે ત્રીજી યોનિ અથવા અર્ધનારીશ્વર તરીકે પણ કિન્નરને જાણીએ છીએ. કિન્નરએ શિવ અને શક્તિના જોડાનારનું ફળ છે. નપુંસકોમાં એવી શક્તિ હોય છે કે તેઓ નકારાત્મક અથવા સકારાત્મક ઉર્જાને દૂર કરી શકે છે.

કળિયુગએ એક એવો યુગ છે જેમાં માત્ર કિન્નરોને જ વરદાન છે કે તેઓ રંકને રાજા અથવા રાજાને રંક બનાવી શકે છે. તમારી સાથે પણ ઘણી વાર એવું બન્યું હશે કે તમારી પાસે પૈસા રહેતા નથી. આવક હોય તેનાં કરતાં ખર્ચો વધી જાય છે. એવામાં તમારે બીજા પાસે કરજ લેવાની પરિસ્થિતિ આવે છે. એવામાં તમારે કિન્નરોને આ બે વસ્તુઓનું દાન આપવું જોઈએ. એવી માન્યતા છે કે, જો તમે કિન્નરોને દાન આપવાનું શરૂ કરશો તો તેનાથી તમારા જીવનમાં બરકત આવવાની શરૂ થઈ જશે.

અને તમારા જીવનમાં ધનસંપત્તિ ની કોઈ અછત રહેશે નહીં. અને તમારા જીવનમાં ધન અછત થી ધન સંપન્નતા તરફ આગળ વધી શકશો. જોકે કિન્નરોને દાન આપતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું.

બુધવાર નાં દિવસે દાન
બુધવારનાં દિવસે જો કોઈ કિન્નર તમને જોવા મળે કે તમારી તેની સાથે મુલાકાત થઈ જાય તો તેને થોડા પૈસા જરૂરથી દાન કરવા જોઈએ. જો સંભવ હોય તો તેને ભોજન કરાવવું. દાન કર્યા બાદ તમારે કિન્નર પાસેથી એક સિક્કો પરત લેવો જોઈએ. અને તે સિક્કાએ પૈસામાંથી ન હોવો જોઇએ કે જે તમે કિન્નરને દાનમાં આપ્યા છે. જે પહેલેથી જ તેની પાસે હોય તેમાંથી એક સિક્કો લેવામાં જો તમે સફળ થઈ જાઓ છો તો તમારે તે સિક્કાને લઈ અને ગલ્લામાં રાખી દેવો અથવા તો કોઈ એવી જગ્યા પર રાખવો જ્યાં તમે તમારી ધન-સંપત્તિ રાખો છો.

દાનમાં જુના કપડાં આપવા નહી
તમારી પાસે ઘણા જુના કપડા જમા કરેલા હોય તે તમે જરૂરીયાત મંદને દાન કરો તે એક સારી બાબત છે. બીજાને જુના કપડા દાનમાં દેવાથી રાહુ અને કેતુનો દોષ પણ દૂર થાય છે. પરંતુ જો તમે કિન્નરોને કપડાંનું દાન કરો છો તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે, ભૂલથી પણ તેને જુના કપડા નું દાન કરવું નહીં. તે અપશુકન ગણવામાં આવે છે. કિન્નરોને તમે જ્યારે પણ દાન આપો ત્યારે હંમેશા નવા કપડા દાનમાં આપવા જોઈએ. જો તમે એવું કરશો તો તમને તેની દુઆ મળશે તેનાથી તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ આવશે.

એટલું જ નહીં કિન્નરોને સ્ટીલનાં વાસણ કે તેલ પણ દાનમાં આપવા નહીં. જો તમે એવું કરશો તો તમારે આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. જો કે કિન્નરો ને પિત્તળ કે  તાંબા નાં વાસણ દાનમાં આપી શકાય છે. તે ખૂબ જ શુભ ગણવામાં આવે છે. જેનાથી તમારા ભાગ્યના દરવાજા રાતોરાત ખુલી જશે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…