આ ઘરગથ્થું નુસખો રોજ માત્ર 15 જ મિનીટ કરવાથી કોરોના તમારા પરિવારથી રહેશે દુર, જાણો એક ક્લિક પર  

192
Published on: 5:59 am, Mon, 3 May 21

કોરોનાને હરાવવા માટે લોકો ઘરે ઘણાં ઉપાયો કરે છે, જેથી કરીને તેઓ કોરોનાથી બચી શકે. ઈ.સ.1998માં ભારતમાં પ્રથમવાર ડો.મદન કટારિયા દ્વારા વિશ્વ હાસ્ય દિન મનાવવાની શરુઆત કરવામાં આવી હતી. હાસ્ય એવી સકારાત્મક અને શક્તિશાળી ભાવના છે, જે વ્યક્તિને શાંતિપૂર્ણ અને ઉર્જાવાન બનાવે છે.

એક રિસર્ચ મુજબ વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછું પંદર મિનિટ તો હસવું જ જોઈએ. મનોચિકિત્સકોના મતે સ્વસ્થ જીવનશૈલી માટે હાસ્ય ખૂબ જરુરી છે. હાસ્ય એ ઉત્તમ શારિરીક અને માનસિક કસરત છે. સમગ્ર વિશ્વમાં દર વર્ષે મે મહિનાના પહેલા રવિવારને ‘વિશ્વ હાસ્ય દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.

દિવસ દરમિયાન પંદર મિનિટ પણ હસવામાં આવે તો તેના માનસિક અને શારિરીક રીતે ઘણાં ફાયદા છે. હાલ કોરોનાકાળમાં ચારે તરફ નકારાત્મક માહોલ હોવાથી લોકો સ્ટ્રેસ, ડિપ્રેશન સહિતના માનસિક રોગોનો ભોગ બની રહ્યાં છે. તેવામાં લાફ્ટર થેરાપી વ્યક્તિના શારિરીક અને માનસિક સ્વાસ્થ જાળવવામાં ખૂબ કારગત નીવડે છે. ત્યારે સંદેશ દ્વારા શહેરના મનોચિકિત્સકો સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી.

જેમાં તેમણે વ્યક્તિની સ્વસ્થ જીવનશૈલી માટે હાસ્ય કેટલું જરુરી છે અને તેનાં કેવાં અને કેટલાં ફાયદા છે તે વિશે જણાવ્યું હતું. હસવાથી મગજમાં ન્યુરો ટ્રાન્સમીટર્સ રીલીઝ થવાથી શરીરમાં હકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે એક વાર વ્યક્તિ હસવાનું શરુ કરે છે, ત્યારે તેના મગજમાં પોઝિટિવ હોર્મોન્સ એટલે કે, ન્યૂરો ટ્રાન્સમીટર્સ એન્ડ્રોફિન્સ રિલિઝ થાય છે.

જે વ્યક્તિના શરીરમાં હકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. જેનાથી વ્યક્તિને ફિલ ગુડ થયાની લાગણી થાય છે અને તેનું સ્ટ્રેસ લેવલ ઘટે છે. હાલના સમયમાં લાફ્ટર થેરાપી માનસિક અને શારિરીક સ્વાસ્થ્ય જાળવવા માટે ખૂબ જરુરી છે. – ડો.ગૌતમ અમીન, રેસકોર્ષ. મેડિકલી રીતે હાસ્યના અઢળક ફાયદા છે. હાલ જે રીતની પરિસ્થિતિ ઉદ્ભવી છે, તેમાં માનસિક તાણ અને હતાશા દુર કરવા હાસ્ય ઉત્તમ ટોનિક છે. આપણે વાત કરતાં સમયે જેટલું ઓક્સિજન લઈએ છે, તેનાથી ૬ ગણું વધુ ઓક્સિજન હસતાં સમયે શરીરમાં પ્રવેશે છે.

હાસ્યથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. ઉપરાંત તેનાથી શરીરમાં રક્તસંચાર ખૂબ સારી થાય છે અને વ્યક્તિનું હ્રદય સ્વસ્થ રહે છે. હાલ મોટાભાગના લોકો હોમ આઈસોલેટ અથવા તો લૉકડાઉનને કારણે ઘરે છે, તો આવાં સમયે પોતાના પરિવારજનો અને મિત્રો સાથે જુનાં સંસ્મરણો વાગોળી દિલ ખોલીને હસવું જોઈએ અથવા તો મનગમતી પ્રવૃતિ કરી આનંદ મેળવવો જોઈએ.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…