દિવાળીના દિવસે માત્ર આ 4 કામ કરવાથી આખું વર્ષ રહેશે તમારા પર માં લક્ષ્મીની કૃપા અને ધનના ભરાશે ભંડાર

150
Published on: 11:19 am, Sat, 23 October 21

દિવાળીનો તહેવાર ખુબ જ નજીક આવી રહ્યો છે. દિવાળી પર બધા લોકો ખુબ તૈયારીઓ કરતાં હોય છે. આ તહેવાર ભારત માટે ખુબ જ મોટો તહેવાર માનવામાં આવે છે. દિવાળીના દિવસે લોકો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાયો કરે છે.

તમે પણ જાણો આ ખાસ ઉપાયો અને મેળવો દેવી લક્ષ્મીની કૃપા. આ દિવસે મહાલક્ષ્મીના મહામંત્ર ‘ઓમ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં શ્રીં ઓમ મહાલક્ષ્મયૈ નમઃ‘ના કમલગટ્ટાની માળાથી 108 વાર જાપ કરશો તો તમારા પર માતા લક્ષ્મીની કૃપા કાયમ રહેશે.

દિવાળી પર પૂજામાં લક્ષ્મી યંત્ર, કુબેર યંત્ર અને શ્રી યંત્ર સ્થાપિત કરો. સ્ફટિકનું શ્રી યંત્ર સારું રહે છે. મહાલક્ષ્મીની પૂજામાં પીળી કોડીઓને સામેલ કરો. તેનાથી ધન સંબંધી મુશ્કેલીઓ દૂર થશે. આ સિવાય હળદરની ગાંઠ પણ રાખો. પૂજા બાદ તેને તિજોરીમાં રાખો. દિવાળીના દિવસે શિવલિંગ પર ચોખા ચઢાવો.

ધ્યાન રાખો કે તેના દાણા આખા હોય, ચોખા ખંડિત હોય તો ઉપયોગમાં ન લો. અમાસના દિવસે આ તહેવાર આવતો હોવાથી પીપળાના ઝાડમાં જળ ચઢાવો. શનિના દોષ અને કાલસર્પ દોષ ઘટશે, સાથે રાતે પીપળાના ઝાડની નીચે તેલનો દીવો કરો.

આ કામ કરીને બોલ્યા વગર ઘરે આવી જાઓ અને સાથે પાછું ફરીને પણ ન જુઓ. આ દિવસે કોઈ મંદિરમાં સાવરણીનું દાન કરો. ઘરની આસપાસ દેવી લક્ષ્મીનું મંદિર છે તો ગુલાબની સુગંધીવાળી અગરબત્તી દાન કરો. આ સિવાય આ દિવસે સાવરણી ખરીદો અને સાથે આખા ઘરની તે નવી સાવરણીથી સફાઈ કરો.

જ્યારે સાવરણીનો ઉપયોગ ન કરો ત્યારે તેને છુપાવીને રાખો. દિવાળીની રાતે પૂજા સમયે ઘીનો મોટો દીવો કરો. તેમાં 9 દિવેટ મુકો અને તમામને પ્રગટાવીને પૂજા કરો. કનકધારા સ્તોત્રનો પાઠ કરો.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…