શું તમે બાળકોને ડાયપર પહેરાવો છો? તો દરેક માતા માટે આ લેખ વાંચવો ખુબ જ જરૂરી છે!

275
Published on: 6:05 am, Tue, 4 May 21

આ સમયમાં બાળકોને બધી માતાઓ ડાયપર પહેરાવે છે. પરંતુ શું તમે જાણો છો ડાયપર બાળકો માટે ખુબ જ ખતરનાક સાબિત થાય છે. જો કે ડાયપર અંગે ચોંકાવનારી માહિતી એ છે કે તે બાળકો માટે આરામદાયક હોવાના સ્થાને મુશ્કેલી ઉભી કરી શકે છે એવું એક સંશોધનમાં બહાર આવ્યું છે. નવજાત શીશુનો જન્મે ત્યારથી જે વસ્ત્ર સાથે તેનો પહેલો નાતો જોડાય છે તે ડાયપર છે. અંદાજે ૩ વર્ષ સુધીની ઉંમરના બાળકોને ડાયપર અથવા તો ડાયપર પ્રકારનો નેપકીન બાળકને લપેટવામાં આવે છે.

એવું માનવામાં આવે છે તે ડાયપર કે નેપકીન તૈયાર કરવામાં ખતરનાક પ્રકારના પ્રતિબંધિત રસાયણ થેલેટનો ઉપયોગ થાય છે. આ થેલેટ બાળકોમાં હોર્મોન્સને લગતી બીમારીઓ જન્માવી શકે છે. આ અંગે એક ગેર સરકારી સંસ્થા ટોકિસક લિંક દ્વારા કરવામાં આવેલા ખુલાસામાં માહિતી બહાર આવી છે. ટોકસિક લિંકના જણાવ્યા અનુસાર થેલેટ અંત સ્ત્રાવી કાર્ય પ્રણાલીને અવરોધ ઉભા કરનારા તત્વ તરીકે જાણીતું છે.

જે અંતસ્ત્રાવી તત્વોને સીધી અસર ઉભી કરીને ડાયાબિટીસ,લોહીનું દબાણ, જાડાપણુ અને પ્રજનન સંબંધી વિકારો પેદા કરી શકે છે. ડાયપરમાં જોવા મળતા ઝેરી રસાયણની ભાળ મેળવવા માટે જુદી જુદી નામાંકિત બ્રાંડના જાણીતા ૨૦ ડાયપર અને સ્થાનિક બાજારમાં અને ઓનલાઇન માધ્યમથી મેળવ્યા હતા. આ ડાયપરની તપાસ દરમિયાન ૪ પ્રકારના ઝેરી થેલેટસ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. બાળકો માટે ઉપયોગમાં લેવાતા ખાસ ડાયપર પોલીમર મટેરિયલમાંથી બને છે. જેમાં સેલ્યૂલોઝ, પ્રોલિપ્રોપિલીન, પોલિસ્ટર, સુપર એબજોબેંન્ટ પોલિમર,અમે પોલિથિરીમ સામેલ છે.

આ ડાયપરમાં અલગ અલગ પ્રકારના લેયર જોવા મળે છે. અંદરની અને ઉપરની સપાટી મળમૂત્ર શોષી લેવાનો ગુણધર્મ ધરાવે છે. થેલેટ ડાયપરના મજબૂત અને સ્થિતિ સ્થાપક બનાવે છે જો કે થેલેટ પોલિમરથી જોડાયેલા હોતા નથી જેથી પોલિમરથી સરળતાથી છુટા પડી જાય છે. ડીઇએચપી, બીબીપી, ડીઆઇબીપી અને ડીબીપી નામના થેલેટસ ખાસ કરીને બાળકો માટે ખૂબજ ખતરનાક છે. આથી યૂરોપ અને અમેરિકામાં તેનો ઉપયોગ બાળકોના રમકડા અને બાળકોની સાળ સંભાળ માટેના ઉત્પાદનોમાં પ્રતિબંધિત છે,

જો કે ભારતમાં ડાયપરના ઉત્પાદનની ગુણવત્તા ચકાસવા માટે કોઇ જ તંત્ર કે રેગ્યુલેશન જોવા મળતું નથી. ભારતમાં ડિસ્પોઝેબલ બેબી ડાયપર માટે પણ કોઇ નિયમ નથી. નાના બાળકોને મળમૂત્રથી થતી ભીનાશથી બચાવવા સ્વચ્છતાની દ્વષ્ટીએ દિન પ્રતિદિન ડાયપરની માંગ અને ઉત્પાદન વધતા જાય છે. એક અંદાજ મુજબ બાળક જન્મે ત્યારથી માંડીને 3 વર્ષનું થાય ત્યાં સુધીમાં 6300 ડાયપરનો ઉપયોગ થાય છે. જેની સરેરાશ કુલ કિંમત બજારભાવ મુજબ ૬૫ હજારથી માંડીને 1 લાખ રુપિયા સુધીની થાય છે. ડાયપર બનાવતી ૨૦ જેટલી કંપનીઓના ઉત્પાદનોમાં ખતરનાક અને ઝેરી થેલેટ જોવા મળ્યું હતું.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…