શું તમે વધારે સમય સુધી ભૂખ રોકી રાખો છો? તો આજે જ વાંચો આ લેખ નહીંતર થશે પસ્તાવો

285
Published on: 12:05 pm, Sat, 28 August 21

આજનાં સમયમાં લોકો એટલાં વ્યસ્ત રહે છે કે તેને પોતાના માટે પણ સમય નથી, તેઓ સમયે જમતા પણ નથી અને પોતાની ભૂખને રોકી રાખે છે. પરંતુ શું તમે જાણો છો? ભૂખને રોકી રાખવાથી શું થાય છે? તો આજે આપણે આ લેખમાં જાણીએ. જમવું આપણા માટે ઘણું મહત્વનું છે. એના વગર આપણને ચાલે એમ નથી.આપણા શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર, જ્યારે પણ તમે ભોજન ગ્રહણ કરો ત્યારે તમારે હંમેશા નિરાતે, શાંતિથી અને સ્થિર મનથી એક જગ્યાએ, એક આસન પાથરીને જમીનને અડીને બેસવુ જોઈએ.

આમ કરવાથી તમે જે ભોજન ગ્રહણ કરો છો, તે વ્યવસ્થિત રીતે શરીરમાં પાચન થઈ જાય છે અને કોઈ બિમારી ફેલાતી નથી. તમને જણાવી દઈએ કે આપણા શાસ્ત્રોમાં સ્પષ્ટપણે એવું જણાવવામાં આવ્યુ છે, કે ક્યારેય પણ હલન-ચલન કરતા ભોજન કરવુ જોઈએ નહિ. હંમેશા એક સ્થિર જગ્યાએ બેસીને જ ભોજન ગ્રહણ કરવુ જોઈએ. આમ કરવાં પાછળનું કારણ છે શરીરનું ગુરુત્વાકર્ષણબળ છે.

શાસ્ત્રો અનુસાર જો હલન-ચલન કરતા ભોજન ગ્રહણ કરવામાં આવે છે, તો તે સમયે શરીરનું ગુરુત્વાકર્ષણબળ વધારે હોય છે. એની સરખામણીમાં જ્યારે એક જગ્યાએ સ્થિર થઈને ભોજન કરવામાં આવે છે, તો ગુરુત્વાકર્ષણબળનું પ્રમાણ અત્યંત ઓછું થઈ જાય છે. એવું કેમ? તો જેમ જેમ શરીર ફરે તેમ તેમ તેનુ ગુરુત્વાકર્ષણ્બળનુ કેન્દ્રબિંદુ પણ ફરે છે. એટલા માટે હલન-ચલન કરતા ભોજન કરવાથી ભોજનનું યોગ્યરીતે પાચન નહી થાય અને પરીણામ સ્વરૂપ શરીરના પાચક અંગોને ઘર્ષણ થાય છે.

હવે બીજી વાત એ છે કે તમે જે ભોજન કરો છો તેના સમયગાળામાં પણ યોગ્ય અંતર રાખવુ જોઈએ. જેમ કે તમે વહેલી સવારે નાસ્તો કરો છો, તથા બપોરના સમયે જમો છો, તો આ બંને કામની વચ્ચે 4 કલાકનું યોગ્ય સમયનું અંતર હોવુ જ જોઈએ. ઉદાહરણ તરીકે જો તમે 9 વાગ્યે નાસ્તો કરો છો, તો તમારે બપોરનું ભોજન 1 વાગ્યે કરવુ જોઈએ. આ ચર્ચા થઈ યોગ્ય સમયની. હવે વાત કરીએ રાતના ભોજનની, તો બે ભોજન વચ્ચે વધુ માં વધુ 6 કલાકનું અંતર રાખવું. આનાથી વધારે અંતર ન રાખવુ જોઈએ. જો તમે આ નિયમનું સતત પાલન કરશો તો નિરોગી જીવન જીવી શકશો.

આ જાણ્યા પછી લોકોના મનમાં એક મુંઝવણ ઉદ્ભવે છે કે આમ કરવાં પાછળનું કારણ શું છે? તો તમને જણાવી દઈએ કે આપણા શરીરમાં એક એસીડ બનતુ રહે છે. જેને આપણે હાઈડ્રોક્લોરીક એસિડ તરીકે ઓળખીએ છીએ. આ એસિડનું કામ આપણા ખોરાકના પાચનમાં ઉપયોગી થવાનું હોય છે. જો તમે વધુ સમય માટે ભુખ્યા રહેશો તો આ એસીડ તમારા પેટમાં અનેક બિમારીઓના ઉદ્દભવનું કારણ બની શકે છે.

હવે તમે એવું કહેશો કે જે લોકો મહિનાઓ સુધી ઉપવાસ કરે છે તેમનુ શું? તો જણાવી દઈએ કે ઉપવાસ માટે પણ પોતાના અલગ નિયમો હોય છે. આપણા શાસ્ત્રોમાં ઉપવાસ વિશે એવું જણાવ્યું છે કે જે કોઈપણ ઉપવાસ કરે છે, તેમણે દર અડધા કલાકે પાણી પીતા રહેવું પડે છે. જેથી કોઈ ભયજનક રોગ એમને લાગુ પડે નહી.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…