હવે તો સાવચેત રહેવું જ પડશે, નહિતર ખેર નહિ: શું તમે પણ લીલા શાકભાજીનું સેવન કરો છો? -તો આ ગંભીર બીમારીનો બની શકો છો ભોગ

560
Published on: 10:13 am, Tue, 21 September 21

શહેરોમાં ફેકટરી વધતાં ખુબ જ કેમિકલ નદીઓમાં અને વાતાવરણમાં ફેલાઈ છે. જેના કારણે સામાન્ય જનજીવન પર માઠી અસર પડે છે. અમદાવાદથી ગયેલું ઝેર શાકભાજીમાં ભળીને ફરી પરત અમદાવાદ જ આવે છે અને અમદાવાદી ઓ આરામથી તે જ શાકભાજીનું સેવન કરે છે. શું કેમિકલ ફેક્ટરીઓ લાખો માનવ જિંદગી ખતમ કરી દેશે?  અમદાવાદમાં મળતાં લીલાછમ શાકભાજી જોઈને શહેરની હર કોઈ ગૃહિણી મોહી પડે.

આપણે આ શાકભાજી ખરીદી લાવીએ અને હોંશે હોંશે આરોગીએ પણ ખરા. પરંતુ હવે અમે જે કહેવા જઈ રહ્યા છીએ તે સાંભળીને તમે ચોંકી જશો. તમે તમારી થાળીમાં લીલા શાકભાજીના નામે જે આરોગી રહ્યા છો તે શાકભાજીના નહીં પરંતુ કેન્સરના કોળિયા છે. હા! તમે બિલકુલ બરાબર જ વાંચ્યું છે. અમદાવાદમાં મળી રહેલા મોટાભાગના શાકભાજી સાબરમતી નદીના હેઠવાસના બન્ને કિનારાઓ પરના ખેતરોમાં ઉગાડાય છે.

જેમાં સાબરમતી નદીનું કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી જ વાપરવામાં આવે છે. જેના લીધે કેન્સર જેવી ગંભીર બિમારી કરતાં તત્ત્વો શાકભાજીમાં ભળીને આપણા ઘર સુધી પહોંચે છે. અમદાવાદમાં આવેલા ઓઢવ, નરોડા, નારોલ, વટવા, દાણીલીમડામાં ધમધમતી કેમિકલ ફેક્ટરીઓએ ઝેરી રસાયણ અને કેમિકલવાળું પાણી સાબરમતી નદીમાં છોડીને મોતનો ખેલ માંડયો છે.

આ ખાનાખરાબીના ભાગરુપે અમદાવાદવાસીઓમાં કેન્સરના કેસોમાં ઉછાળો આવ્યો છે. સાબરમતી નદી વાસણા બેરેજથી આગળ વધીને ધોળકાના ગામોમાં અને તેની નીચે ભાલ કાંઠાના ગામો થઈને આગળ સમુદ્રમાં મળે છે. ત્યારે આ નદીને હથિયાર બનાવી કેમિકલ માફિયાઓએ બરબાદીનો ખેલ માંડયો છે.

આ બધામાં ખાટલે મોટી ખોડ એ છે કે કેમિકલ ફેક્ટરીઓ અને પ્રોસેસ હાઉસો તેમનું ઝેરી કેમિકલવાળું પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર અને કેટલાકમાં અધૂરી ટ્રીટમેન્ટ કરીને સીધું જ સાબરમતી નદીમાં છોડી રહ્યાં છે. ઝેરી અને કેમિકલવાળું પાણી નદીના પ્રવાહમાં આગળ વધતું-વધતું ધોળકાના ગામો અને તેનાથી આગળ ભાલ કાંઠાના ગામોમાં થઈને અંતે ખંભાતના અખાતમાં મળે છે.

આ પટ્ટામાં હજારો ખેડૂતો વર્ષોથી સાબરમતીના પાણીથી શાકભાજીની ખેતી કરે છે. હવે સ્થિતિ એવી સર્જાઈ છે કે છેલ્લા બે દાયકાથી જે રીતે અમદાવાદના કેમિકલ માફિયાઓએ સાબરમતી નદીમાં કેમિકલવાળું પાણી ઠાલવી-ઠાલવીને સાબરમતીને પ્રદૂષિત કરી છે તેની સીધી અસર શાકભાજીના વાવેતર પર થઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ શાકભાજીની ખેતીમાં કેમિકલવાળા પાણીનો વપરાશ થવાના કારણે શાકભાજીમાં પણ આ ઝેરી કેમિકલની અસર આવે છે.

અને આવી રીતે પાકેલું શાકભાજી અમદાવાદની માર્કેટમાં જ વેચાવા આવે છે. પરિણામે ઘાતક રસાયણો શહેરીજનોના પેટમાં જાય છે અને કેન્સર સહિતના ગંભીર રોગો થઈ રહ્યાં છે. સતત આ ઝેરી રસાયણ તત્ત્વોવાળા શાકભાજી આરોગવાના કારણે અમદાવાદીઓને કેન્સર થવાના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. આંતરડાનું કેન્સર, જઠરનું કેન્સર, ફેફસાનું કેન્સર, મોઢાનું કેન્સર, જડબાનું કેન્સર, તેમજ ચામડીના અન્ય ગંભીર રોગોના અજગરભરડામાં અમદાવાદીઓ આવી ચૂક્યાં છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…