શું તમે પણ ભોજન સાથે છાશનું સેવન કરો છે? તો ખાસ વાંચો આ લેખ, નહીંતર

425
Published on: 11:34 am, Sun, 5 September 21

છાશ તો બધા લોકો પિતા જ હશે અને બધાને ખુબ પસંદ હોય છે છાશ. દેવો માટે પણ છાશ દુર્લભ માનવામાં આવી છે. છાશ પાચન મજબૂત કરવાની સાથે સાથે રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા માટે પણ પીવી જોઈએ. છાશ ઉનાળામાં ગરમીથી રાહત આપવા સિવાય ઔષધ રૂપે પણ કામ કરે છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, છાશ એક કુદરતી પીણું છે,

જેના ફાયદા ઘણા છે પણ તેનાથી નુકશાન નથી થતું. આપણે ત્યાં ભોજન સાથે ઘણીજાતના પીણા લેવાની પ્રથા છે, પરંતુ દરેક ઘરોમાં જ પીવાય છે. આયુર્વેદમાં પણ છાશને પેટના બધા જ રોગો માટે શ્રેષ્ઠ ગણવામાં આવી છે. કારણ કે છાશ શરીરના ઝેરી તત્વોને બહાર કાઢી લે છે અને શરીરને શક્તિ આપે છે.

છાશ આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. જો તમે મેદસ્વિતાની સમસ્યાથી પીડાતા હોવ તો છાશમાં સિંધવ મીઠું નાખીને પીવાથી ફાયદો થાય છે. વારંવાર હિચકી આવવાની સમસ્યા હોય તો છાશમાં એક ચમચી સૂંઠ પીવાથી લાભ થાય છે, ઉપરાંત ઉલ્ટી આવવાની પરિસ્થિતિમાં પણ છાશમાં જાયફળ ઘસીને પીવાથી લાભ થાય છે. ઉપરાંત વધુ તણાવમાંથી પસાર થઇ રહયા હો

વ તો પણ છાશનું સેવન તમારા માટે લાભદાયક સાબિત થાય છે. શરીરની સાથે મગજની ગરમી પણ ઓછી કરે છે. જમતી વખતે ખોરાક સાથે તાજી છાશ પીવામા આવે તો ભોજન સરળતાથી પચી જાય છે અને તમારા શરીરને વધુ પોષણ મળે છે. એટલે તાજી છાશને નાસ્તામાં કે બપોરના ભોજનમાં લેવાથી આખો દિવસ શરીરમાં ઉર્જા બની રહે છે.

છાસની તાસીર ઠંડી હોય છે. જેથી છાશ પીવાથી એસીડીટી પણ નથી થતી. પરંતુ આ છાશ ખાટી ન હોવી જોઈએ. અને 2-3 દિવસની વાસી છાશ પણ ન પીવી જોઈએ. છાસની ઠંડી તાસીરને કારણે તે શરીરને ઠંડક આપે છે અને વાળ અને આંખ માટે પણ લાભદાયી સાબિત થાય છે. છાશ એક પ્રોબાયોટિક આહાર કે, જેથી આંતરડાને લગતી સમસ્યા દૂર થાય છે. જેનાથી પાચન શક્તિ પણ વધે છે.

નિયમિત રૂપથી છાશ પીવાથી કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે. છાશમાં સિંધવ મીઠું, જીરું, મરી પાવડર અને ફુદીનો મેળવીને પીવાથી આંતરડાનો સોજો પણ ઠીક થઇ જાય છે. જેમનું પાચનતંત્ર નબળું હોય તેમના માટે છાશ એક ઘરેલુ ઉપાય છે, ભોજનને સરળતાથી પચાવવા માટે છાશનું સેવન કરવું હિતાવહ છે. છાશ પેટ સંબંધિત રોગોમાં પણ ઉપચાર તરીકે સાબિત થાય છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…