રસ્તો ઓળંગતી વખતે ભૂલથી પણ આ 5 વસ્તુઓ પર ન મુકશો પગ, નહીં તો થઈ જશો બરબાદ

307
Published on: 3:02 pm, Tue, 24 August 21

કેટલાક નિયમો છે રસ્તા પર ચાલતી વખતે ધ્યાનમાં રાખવાના. સવાર હોય કે સાંજ જ્યારે પણ આપણે બહાર જઈએ કે બહારથી ઘરે પરત ફરીએ ત્યારે રસ્તા પરની કેટલીક વસ્તુઓને ઓળંગવી ન જોઈએ. આમ કરવાથી વ્યક્તિને દુ:ખ અને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આપણે જયારે પણ રસ્તા પર નીકળીએ ત્યારે ઘણી એવી વસ્તુઓ પડી હોય છે. જેને આપણે ઠેબે ઉડાડી દઈએ છીએ,

સ્નાન પછી રસ્તા પર નીકળેલું પાણી
રસ્તા પર નીકળેલું આવું પાણી ક્યારેય ઓળંગવું ન જોઈએ. આમ કરવાથી વ્યક્તિની પવિત્રતા નષ્ટ થઈ જાય છે. જ્યારે પણ આવું ગંદુ પાણી રસ્તા પર નીકળેલું જોવા મળે તેનાથી દૂર રહીને જ ચાલવું.

અસ્થિ
શાસ્ત્રોનુસાર મૃત પ્રાણીઓના સ્પર્શથી પણ વ્યક્તિ અપવિત્ર થઈ શકે છે. આવું થાય તો અવશ્ય સ્નાન કરી લેવું જોઈએ. રોડ પર જો કોઈ પ્રાણી કે પક્ષીના હાડકાં કે અન્ય ભાગ પડ્યાં હોય તો તેને પણ ઓળંગવા નહીં.

અપવિત્ર વસ્તુઓ
રસ્તામાં આવતાં-જતાં અનેકવાર અપવિત્ર વસ્તુઓ જોવા મળે છે. આવી વસ્તુઓથી પણ દૂર રહેવું સારું. તેના સ્પર્શથી પણ શરીર અપવિત્ર થઈ જાય છે. આવી વસ્તુને અડ્યા પછી કરેલું પૂજાનું કર્મ પણ ભગવાન સ્વીકારતાં નથી.
આ તમામ વસ્તુઓથી દૂર જ રહેવું ખાસ કરીને જ્યારે પૂજા કરવા બેસો ત્યારે ખુબજ પવિત્રતા જાળવવી. કેમકે આ તમામ વસ્તુઓ ઓળંગવાથી કે સ્પર્શવાથી તમામ પવિત્રતાનો નાશ થાય છે.

વાળ
વાળને પણ અપવિત્ર ગણવામાં આવે છે. રસ્તામાં કોઈ વ્યક્તિના વાળ જોવા મળે તો તેના પર ક્યારેય પગ ન મુકવો. તેનાથી હંમેશા દૂર ચાલવું જોઈએ.

ભસ્મ
યજ્ઞ કે હવન કર્યા પછી થયેલી ભસ્મને પાણીમાં પ્રવાહિત કરી દેવી જોઈએ. અનેક સ્થળોએ રસ્તા પર પણ તેને ઢોળી દેવામાં આવી હોય છે. તેના પર પણ ક્યારેય ચાલવું નહીં. ભસ્મ અત્યંત પવિત્ર હોય છે. તેથી તેના પર ચાલવાથી સમસ્યા સર્જાઈ શકે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…