કિડનીની પથરીને માત્ર 3 જ દિવસમાં ઓગાળી દેશે આ એક ઔષધિ

116
Published on: 9:21 am, Mon, 22 February 21

જે ફૂડમાં ઓક્સલેટની માત્રા વધુ હોય છે, તે યુરિનમાં રહેલા કેલ્શિયમમાંથી પથરી બનાવી દે છે. જો તમે પણ કિડનીની પથરીના દર્દથી પરેશાન છો, તો તમારા માટે આ હેલ્થ ટિપ્સ કામની છે. પથરીનો દુખાવો તો જેને ઉપડે, તેને જ ખબર પડે. આ દુખાવો ઉપડે એટલે ભલભલાને મોત સામે દેખાવા લાગે.

આ ઘરેલુ ઉપચારથી તમે કિડનીની પથરીથી છુટકારો મેળવી શકો છો. આ ઉપાય છે તૂરિયાની શાકભાજી. તેનો આકાર ભલે રેતીના દાણા જેટલો નાના હોય, પણ તેનો દુખાવો બહુ જ જબરદસ્ત છે. રોજિંદી લાઈફમાં અનેક લોકો પથરીના દર્દથી પીડાતા હોય છે.

કિડનીની પથરી માટે તુરિયાનો ઉપયોગ
અનેક લોકોને તુરિયા પસંદ હોતા નથી. તુરિયાના વેલને ગાયનું દૂધ કે ઠંડા પાણીમાં ઘસીને સવારના સમયે પીઓ. તેનાથી પથરી તૂટવા લાગશે અને ધીરે ધીરે શરીરમાંથી નીકળતી જશે. આવું તમારે ત્રણ દિવસ કરવાનું રહેશે. તેના બાદ તમે દર્દમાં રાહત અનુભવશો. થોડા દિવસ બાદ આ દર્દ દૂર થયું હશે.

કિડનીની પથરી માટે તૂરિયું કેમ
તૂરિયુ એક એવી શાકભાજી છે, જે બારેમાસ મળે છે. તેમાં વિટામિન-સી, ઝિંક આયર્ન, રાઈબોફ્લોવિન, મેગ્નેશિયમ, થાયમિન, ફોસ્ફરસ અને ફાઈબર પ્રચુર માત્રામાં મળી આવે છે. આ ઉપરાંત તુરિયામાં સંતૃપ્ત વસા, કોલેસ્ટ્રોલ અને કેલેરી પણ બહુ જ ઓછી હોય છે,

જે વજન ઓછું કરવામાં સહાયક બને છે. તુરિયા બ્લડ અને યુરિન બંનેમાં શુગર લેવલને ઓછું કરવામાં મદદરૂપ થાય છે. તે ડાયાબિટીસના દર્દીઓ માટે બહુ જ ફાયદાકારક છે. તેમાં બીટા કેરોટીન મળી આવે છે.