એકસમયે સુપરહિટ ગણાતી શાહરૂખ-ઐશ્વર્યાની જોડી શા માટે હવે એક પડદા પર નથી દેખાતી!- આ છે કારણ

162
Published on: 3:50 pm, Wed, 20 October 21

આજના સમયમાં હિન્દી સિનેમા જગતનાં કિંગખાન એટલે કે, શાહરુખ ખાનને કોણ ન ઓળખતું હોય! તેઓ એવા અભિનેતા છે કે, ઘણીવાર બોલીવુડમાં હમેશા ચર્ચાઓમાં રહેતા હોય છે એમ પણ હાલમાં એમનો દીકરો આર્યન ખાન કે, જે ડ્રગ્સની માયાજાળમાં ફસાયો હોવાથી જેલના સળિયા ગણી રહ્યો છે ત્યારે એમની પર્સનલ જિંદગી હોય કે પ્રોફેશનલ પણ મીડિયામાં શાહરૂખનું નામ ચર્ચામાં રહેતું હોય છે.

આજે આપણે બૉલીવુડ હસીના ઐશ્વર્યા રાય તથા શાહરુખ ખાન વચ્ચેનાં એક કિસ્સાની વાત કરવા માટે જઈ રહ્યા છીએ. એક સમયે બોલીવુડમાં ઐશ્વર્યા તેમજ શાહરુખની જોડી એવી હતી કે, સેંકડો દર્શકોએ ખુબ જ પસન્દ કરેલી છે. આપને જણાવી દઈએ કે, એમની જોડી હિન્દી સિનેમા જગતમાં ધમાલ પણ મચાવી ચુકી છે. આ બન્નેએ સાથે અનેક હિટ ફિલ્મો આપી છે.

આ ફિલ્મોમાં ઐશ્વર્યા ઘણીવખત પ્રેમિકા તો ઘણીવખત બહેન પણ રહી ચુકી છે. આ બન્નેની જોડી દર્શકોએ ખુબ જ પસન્દ કરી હતી. આવામાં એક સમય એવો પણ આવ્યો હતો કે, જયારે ઐશ્વર્યાએ શાહરુખ ઉપર ફિલ્મોમાંથી કઢાવવાનો આરોપ મુક્યો હતો.

શાહરૂખે ઐશ્વર્યાને એક નહી પણ પાંચ-પાંચ ફિલ્મોમાંથી કઢાવ્યાંનો આરોપ લગાવ્યો હતો. એકવખત સિમ અગ્રવાલના ઇન્ટરવ્યૂમાં ખુદ ઐશ્વર્યાએ કબુલ કર્યું હતું પરંતુ ઐશ્વર્યાને એ વાતની જાણ ન હતી કે, કેમ એવું કરવામાં આવ્યું? ઇન્ટરવ્યૂ વખતે જયારે ઐશ્વર્યાને પૂછવામાં આવે છે કે, શાહરૂખે કેમ એવું કર્યું…

આ સમયે ઐશ્વર્યા જણાવે છે કે, આની પહેલા અમે એક સાથે અનેક ફિલ્મો કરી હતી પણ અચાનક મને એમની સાથે ફિલ્મો મળવાની બંધ થઈ ગઈ હતી. વધુમાં જણાવ્યું હતું કે, મને આજ સુધી ખબર નથી પડી કે, મને ફિલ્મમાંથી કેમ બાદ કરવામાં આવી હતી.

શાહરુખ ખાને ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, આ 5 મોટી ફિલ્મોમાંથી કાઢનાર ખુદ ડાયરેકર હતા આની સાથે શાહરૂખે પણ ઈન્ટવ્યુમાં ઐશ્વર્યાની માફી માંગી હતી જયારે શાહરૂખે એ વાતનો ખુલાસો ન હતો કર્યો કે, ઐશ્વર્યાને ફિલ્મોમાંથી કેમ કાઢવામાં આવી હતી. બાદમાં આજ સુધી બંને એક પડદા પર નથી જોવા મળ્યા.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…